તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રૈયા રોડ પર કારની ઠોકરે પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોડ ક્રોસ કરતી હતી ત્યારે કારચાલકે ઠોકરે ચડાવી હતી

શહેરના રૈયા રોડ પર નવી બનતી બિલ્ડિંગની સાઇટ પર રહેતી પાંચ વર્ષની બાળકી ઘર નજીક રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી કારે ઠોકરે લેતા બાળકીનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ શરૂ કરી હતી. રૈયા રોડ પર આલાપ ગ્રીનસિટી પાછળ નવી બની રહેલી ડ્રીમસિટીની સાઇટ પર મજૂરીકામ કરતા નેપાળી વિષ્ણુકુમાર કુંવરની પાંચ વર્ષની પુત્રી ખુશી શનિવારે સવારે ઘર નજીક ચાલીને રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી કારે બાળકીને ઠોકરે લીધી હતી.

કારની ઠોકરથી માસૂમ ખુશી રસ્તા પર ફંગોળાઇ હતી, કારચાલકે અકસ્માતને પગલે કાર થંભાવી દીધી હતી અને ઘવાયેલી બાળકીને હોસ્પિટલે લઇ ગયો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન ખુશીનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિષ્ણુકુમાર નેપાળી ચોકીદાર તરીકે નવી બનતી સાઇટ પર કામ કરે છે અને તેને સંતાનમાં બે પુત્રી હતી જેમાં ખુશી મોટી હતી. અન્ય કિસ્સામાં ગાંધીગ્રામના ધરમનગરમાં ધર્મેશ્વર મંદિર નજીક આશરે 55 વર્ષના અજાણ્યા પ્રૌઢ બેભાન હાલતમાં મળી આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ પ્રૌઢનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...