તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર:અલ્પશિક્ષિત પાંચ હજાર બહેનોએ શરૂ કર્યો ગૃહઉદ્યોગ, બહેનોએ બનાવેલા ચાકડા, તોરણના નમૂના દુબઈ, યુએસ મોકલાયા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટના અલગ અલગ વિસ્તારમાં રહેતી 5 હજાર બહેનો કે જે નિરક્ષર અથવા તો અલ્પશિક્ષિત છે, પરંતુ તે પોતાની આવડતનો ઉપયોગ કરીને આત્મનિર્ભર બની છે. તોરણ, મોતીવર્ક, માચીવર્ક, ચાકડા, ભરતગૂંથણનું કામ કરતી બહેનો માટે ઝેનિથ યૂથ ફાઉન્ડેશન નામની સંસ્થાએ હાથ ટેભો નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત બહેનોએ ચાકડા, મોતીવર્ક, માચીવર્ક, ભરતગૂંથણ કામ તૈયાર કર્યુ છે.જે દુબઈ, યુએસ મોકલવામાં આવ્યા છે.

ઝેનિથ ફાઉન્ડેશનના વૈશાલીબેન સોરઠિયા જણાવે છે કે, હાથ ટેભો પ્રોજેક્ટમાં જોડાનાર બહેનો ઘરે બેસીને રોજના રૂ.200 કમાઈ શકે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.આ માટે કુલ 100 બહેનોની 50 ટીમ બનાવવામાં આવી છે.જેમાં 20 વર્ષની યુવતીથી લઈને 70 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. આ એવી બહેનો છે કે જે લોકડાઉન પહેલા ઈમિટેશન કામ કરતી હતી, પરંતુ કોરોનાને કારણે તેઓનું કામ બંધ થતા તેઓની રોજીરોટી છીનવાઈ આથી આ બહેનોના ઘર સંચાલનમાં મુશ્કેલી પડી અને બહેનો કામ માગવા માટે અલગ અલગ જગ્યાએ જતી હતી. બહેનોને રોજીરોટી મળે તે માટે હાથ ટેભો નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.

કોઇ પણ જાતના રોકાણ વિના રોજગારી મેળવી
બહેનો કોઈ પણ જાતના રોકાણ વિના રોજગારી મેળવી શકે છે. આ પ્રોજેક્ટમાં જોડાનાર તમામ બહેનોને પહેલા અક્ષરજ્ઞાન અને જરૂરી તાલીમ આપવામાં આવશે.જેથી કરીને કોઈ મુશ્કેલી ન પડે.

સંસ્કૃતિ જાળવવા હાથ ટેભો નામ અપાયું
મોતીકામ, ભરતગૂંથણ, ચાકડા એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. ત્યારે આ વિસરાઈ નહીં તે માટે હાથ ટેભો નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જે બહેનો રજાઈ બનાવે છે તે રજાઈ વિદેશમાં મોકલવામાં આવે છે.તેમ વૈશાલીબેન સોરઠિયા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો