તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:એન્જિનિયરને છરી ઝીંકી લૂંટ કરનાર પાંચ ઝડપાયા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોંડલ રોડ પર છ દી’ પહેલા કરી હતી લૂંટ

ગોંડલ ચોકડી પાસે આવેલા રિદ્ધિસિદ્ધિ સોસાયટીના નાળા પાસે છ દિવસ પહેલા દિલીપ જગદીશભાઇ મોડાશિયા નામના યુવાનને છરીનો એક ઘા ઝીંકી રોકડ-મોબાઇલની લૂંટ ચલાવનાર પાંચ શખ્સને ઝડપી લીધા છે. ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ બાદ આજી ડેમ પોલીસમથકના પીએસઆઇ એમ.એમ.ઝાલા સહિતના સ્ટાફે લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સો કોઠારિયા અને લોઠડા ગામ વચ્ચેના વાડી વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.

તુરંત એક ટીમ ત્યાં દોડી જઇ લોહાનગરના કિશન હસમુખ અગેસાણિયા, સુનિલ ઉર્ફે આર્યન ઉર્ફે જીણકો ભાવેશ શિયાળ, કુલદીપ ઉર્ફે રોહન ઉર્ફે બોકડો સુનિલ સોલંકી, રામાપીર ચોકડી પાસેના ધર્મેશ ઉર્ફે જીગો પરષોત્તમ સોલંકીને ઝડપી લીધા હતા. પૂછપરછમાં પાંચેય શખ્સે છ દિવસ પહેલા કરેલી લૂંટની કબૂલાત આપતા ધરપકડ કરી લૂંટેલો મોબાઇલ તેમજ રોકડા રૂ.700 ઉપરાંત ઓટો રિક્ષા અને છરી કબજે કરી છે.

પકડાયેલા શખ્સો મુસાફરના સ્વાંગમાં એકલદોકલ રાહદારીને નિશાન બનાવી છરી બતાવી તેમની પાસેથી રોકડ-મોબાઇલની લૂંટ ચલાવતા હોવાનું પૂછપરછમાં જણાવ્યું છે. પકડાયેલો કિશન અગેસાણિયા અગાઉ ભક્તિનગર અને પ્રદ્યુમ્નનગર પોલીસમથકમાં એટીએમ મશીન તોડી ચોરીના પ્રયાસના ગુનામાં પકડાઇ ચૂક્યો હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો