કાર્યવાહી:પોપટપરા ખૂની હુમલાના બનાવમાં દંપતી સહિત પાંચ શખ્સની ધરપકડ

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પોપટપરા ત્રેપનિયા ક્વાર્ટર પાસે બુધવારે સાંજે બનેલી ખૂની હુમલાની ઘટનામાં પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા દંપતી સહિત 5 આરોપીને પકડી ધરપકડ કરી છે. ભૂગર્ભ ગટરના મુદ્દે અગાઉની માથાકૂટનો ખાર રાખી બુધવારે મોહિત મકવાણા અને ગોકુળ સિંધવ નામના યુવાન પર રહિમ ખીરા, તેની પત્ની રહેમત, પુત્રો હુશેન, નવાઝ, પુત્રી સુરૈયા અલ્તાફ ખફીફ સહિત છ આરોપીએ પાઇપ, તલવાર સાથે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પોલીસે ઇજાગ્રસ્ત ગોકુળની ફરિયાદ પરથી રાયોટ, હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો.

જ્યારે સામા પક્ષે રહેમતબેને મોહિત, ગોકુળ અને 4 અજાણ્યા શખ્સ સામે ધોકાથી માર મારી ધમકી તેમજ ઘરમાં ઘૂસી તોડફોડ કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ હતી. હુમલાના મુખ્ય સૂત્રધાર એવા રહિમ ખીરા અને તેનો પુત્ર હુશેન બનાવને અંજામ આપી નિકાવા પહોંચ્યા હોવાની માહિતી મળી હતી. જેથી તુરંત એક ટીમ દોડાવી પિતા-પુત્રને ઝડપી પ્રદ્યુમ્નનગર પોલીસ હવાલે કર્યા હતા. જ્યારે વળતી ફરિયાદ નોંધાવનાર ઇજાગ્રસ્ત રહેમતબેન તેના અન્ય એક પુત્ર નવાઝ, પુત્રી સુરૈયાની પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...