વધુ એક ધડાકો:જિલ્લા લાઇબ્રેરીની પાછળથી વધુ 5 વૃક્ષ કપાયેલા મળ્યાં, કુલ આંક 18 થયો!

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષોના તમામ લાકડાં સ્મશાન પહોંચાડ્યાનો દાવો પણ પહોંચ રજૂ ન કરાઈ
  • લાઇબ્રેરીના અધિકારીઓ અને માર્ગ-મકાનના ઈજનેરોનું વધુ એક કૌભાંડ

રાજકોટમાં માલવિયા ચોક પાસે આવેલી જિલ્લા લાઇબ્રેરીમાં ગેરકાયદે વૃક્ષો કાપવામાં આવ્યા છે તેમાં પહેલા 8 વૃક્ષની ડાળીઓ કાપવા મંજૂરી લીધી હતી અને બાદમાં 13 વૃક્ષ થડથી કાપી નખાયા હતા તે અંગે મનપાએ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તેવામાં વધુ એક ધડાકો થયો છે કે ત્યાં 13 નહીં કુલ 18 વૃક્ષ કપાયા છે.

લાઇબ્રેરી કેમ્પસમાં વૃક્ષો કાપવા મામલે નોટિસ જતા લાઇબ્રેરિયન હજુ પણ 13 વૃક્ષો કપાયાનું કહે છે અને માર્ગ અને મકાન વિભાગ પણ તેટલા જ વૃક્ષો કપાયાનું કહે છે, પણ સમગ્ર કેમ્પસની ફરી તપાસ કરાતાં લાઇબ્રેરીની પાછળ જવાનો રસ્તો બંધ કરી દેવાયો હતો. આ રસ્તો ખોલીને ત્યાં જતા વધુ 5 વૃક્ષ કપાયેલા જોવા મળ્યા હતા.

આ સાથે કુલ કપાયેલા વૃક્ષની સંખ્યા 18 થઈ છે. 18 ઝાડ કપાયા હોય તો તેનું લાકડું હજારો કિલો થાય પણ નાનું એક જ વાહન સ્મશાને મોકલાયું હોવાનું માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો કહે છે તેથી તે મામલે પણ ગેરરીતિ થયાની પૂરી શંકા છે.

અન્ય સમાચારો પણ છે...