તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મુસાફરોનાં ખિસ્સાં હળવા કરતી રિક્ષા ગેંગના પાંચ શખ્સ ઝડપાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ‘શિકાર’ની શોધમાં હતા ત્યારે જ પોલીસે પકડી લીધા
  • રોકડ અને રિક્ષા સહિત કુલ રૂ.55 હજારનો મુદ્દામાલ જપ્ત

શહેરના મવડી વિસ્તારમાંથી પોલીસે રિક્ષા ગેંગની એક મહિલા સહિત પાંચ શખ્સને ઝડપી લઇ રૂ.55 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગ ‘શિકાર’ની શોધમાં મવડી ઓવરબ્રિજ નીચે હોવાની માહિતી મળતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂકણ અને પીએસઆઇ વી.કે.ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે રિક્ષામાં બેઠેલા રાજારામ સોસાયટીના ધર્મેશ રતિલાલ પાલા (ઉ.વ.39), પોપટપરાના મયૂર ભૂપત ઓળખિયા (ઉ.વ.25), કુબલિયાપરાની ચંદા દિનેશ પરમાર (ઉ.વ.40), કોઠારિયા સોલવન્ટ વિસ્તારના વિરેન્દ્ર ગુડ્ડુ રાજભર (ઉ.વ.35) અને રાજારામ સોસાયટીના કેતન હર્ષદ મંકોળિયા (ઉ.વ.34)ને સકંજામાં લીધા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત પાંચેય શખ્સ અગાઉ મુસાફરોના પાકીટ ચોરીમાં પકડાઇ ચૂક્યા છે. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 5 હજાર અને રિક્ષા સહિત કુલ રૂપિયા 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ ગેંગ દરરોજ સવારે ચોક્કસ સ્થળે એકઠી થતી હતી ત્યારબાદ ધર્મેશ રિક્ષા ચલાવતો અને મયૂર તથા ચંદા રિક્ષામાં મુસાફર તરીકે બેસતા હતા,

અન્ય મુસાફરને રિક્ષામાં વચ્ચે બેસાડી મોકો મળતા જ પાકીટ સેરવી લેતા હતા જ્યારે વિરેન્દ્ર અને કેતન શહેરમાં કોઇ સ્થળે મુસાફર રિક્ષાની રાહમાં ઊભા હોય ત્યાં ઊભા રહી જતાં અને ધર્મેશને ફોન કરી રિક્ષા લઇને બોલાવતા હતા, મુસાફર રિક્ષામાં બેસે તેની સાથે જ રિક્ષામાં બેસી રસ્તામાં ‘ઓપરેશન’ પાર પાડતા હતા. ગેંગનો ભોગ બનનાર મુસાફરોને સંપર્ક કરવા પીઆઇ ભૂકણે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...