તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોગસ બિલિંગ કૌભાંડમાં રાજકોટની પાંચ પેઢીમાં તપાસ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગત સપ્તાહે એસ.જી.એસ.ટી.ની ટીમે બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે ભાવનગરમાં તપાસ કરી હતી.તેનું કનેક્શન રાજકોટ સુધી ખુલ્યું છે અને રાજકોટની પાંચ પેઢીમાં તપાસ કરવામાં આવી છે. કૌભાંડના સૂત્રધારે રાજકોટની આ પાંચ પેઢી સાથે બોગસ બિલિંગ કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જીએસટી વિભાગે 7 જુલાઈના રોજ બોગસ બિલિંગના સૂત્રધાર અને તેમની સાથે વ્યવહાર કરનારની પેઢી, ધંધા તથા રહેણાક સ્થળ સહિત કુલ 71 સ્થળે તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન રાજકોટની એમ.કે. ટ્રેડિંગ ખાતે તપાસ કરવામાં આવી હતી.

એસજીએસટીની તપાસમાં બોગસ બિલિંગ કૌભાંડના સૂત્રધાર અફઝલ સવજાણીની 25 પેઢીમાં સંડોવણી માલૂમ પડી હતી. અને મીનાબેન રાઠોડની કુલ 24 પેઢીમાં સંડોવણી બહાર આવી હતી. કુલ કોમન 29 પેઢીમાં બોગસ બિલિંગ કરવામાં આવ્યું હતું.જેમાં રાજકોટની ગુજરાત એન્ટરપ્રાઈઝ, એસ.એન. એન્ટરપ્રાઈઝ, એ.ટી.એન્ટરપ્રાઈઝ, રોયલ ટ્રેડિંગ કંપની, ઈન્ટરનેશલ ઈમ્પેક્સનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, માધવ કોપર લિમિટેડ દ્વારા મોટા બોગસ બિલિંગ થકી વેરાશાખ મેળવવામાં આવતી હોવાની શક્યતાના આધારે માધવ કોપર લિમિટેડ દ્વારા દર્શાવવામાં આવેલ ખરીદી મુજબના શંકાસ્પદ પેઢીઓના સ્થળે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. તપાસમાં માધવ કોપર લિ . દ્વારા કુલ 137 કરોડની ખોટી વેરાશાખ લીધાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...