રાજકોટ:4 મહિનામાં સિવિલમાં ગુલિયાન બારી સિન્ડ્રોમથી મુક્ત બનતા સૌરાષ્ટ્રના 5 બાળકો, સારવારમાં પ્રતિ બાળક 2.5 લાખ ખર્ચ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક બાળકને સ્વસ્થ થતા 2થી 3 મહિના જેટલો સમય લાગ્યો - Divya Bhaskar
એક બાળકને સ્વસ્થ થતા 2થી 3 મહિના જેટલો સમય લાગ્યો
  • એક બાળકને સ્વસ્થ થતા 2થી 3 મહિના જેટલો સમય લાગ્યો
  • ગુલિયાન બારી સિન્ડ્રોમ કે જેને ‘રાજ રોગ’ કહેવામાં આવે છે

એક તરફ કોરોના સંક્રમણ ભરડો લઈ રહ્યો છે અને હવે નાના બાળકો પણ કોરોનગ્રસ્ત થઈ રહ્યા છે તે સમયે અન્ય ઘાતક રોગ પણ થોડે ઘણે અંશે બાળકોમાં જોવા મળી રહ્યા છે. એકસાથે અનેક બાળકોને વાઇરલ ઇન્ફેક્શનથી લકવાની અસર થતા ગુલિયાન બારી સિન્ડ્રોમ કે જેને ‘રાજ રોગ’ કહે છે. તેના શિકાર બનવાની અસામાન્ય ઘટના હાલમા જોવા મળી. જેમા આ રોગના શિકાર બન્યા હતા પાંચ બાળકો અને તેઓ આશરે 90 દિવસની સારવાર બાદ હાલમાં જ સ્વસ્થ બની ઘરે પરત ફર્યાનું રાજકોટની સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગના હેડ ડો. પંકજ બુચે જણાવ્યું હતું.  

આ રોગમાં શરૂઆતમાં સામાન્ય વાયરલ ઈન્ફેશન થાય છે
આ રોગ વિશે માહિતી આપતા ડો. બુચે વધુમાં જણાવ્યું હતું કે, આ રોગમાં શરૂઆતમાં સામાન્ય વાયરલ ઈન્ફેશન થાય છે. જેમાં શરદી ખાંસી જેવી તકલીફ હોય છે. જેની સામે લડવા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જન્મે છે. કેટલાક કિસ્સામાં રોગ સામે લડવાને બદલે તેમના શરીર પર જ હુમલો કરે છે. શરૂઆતમાં પગથી અસર થાય, બાદમાં સમગ્ર શરીર લકવાગ્રસ્ત થવા માંડે છે. ત્યારબાદ ગળા અને શ્વાસન તંત્ર પર અસર કરી તેમને લકવાગ્રસ્ત કરે છે. ત્યારે દર્દીને શ્વાસ લેવાની તકલીફ પડે છે. જે માત્ર 14 દિવસની અંદર આ ઘટના બનતી હોવાનું અને તુરંત જ સારવાર ન મળે તો દર્દી મૃત્યુ પામે છે. રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવા 5 બાળકોને સઘન સારવાર આપી મોતના મુખમાંથી બહાર લાવતી તજજ્ઞ ડોક્ટર્સની ટીમ સારવાર વિશે જણાવતા કહે છે કે, આવા બાળકોને ઈલેક્ટ્રો માયોગ્રામ, નર્વ કંડક્શન વેલોસિટી અને મગજના પાણીની તપાસ કરવામાં આવે છે. ઇમ્યુનો ગ્લોબીન થેરાપી નામે જાણિતી સૌથી મહત્વની ટ્રીટમેન્ટમાં આપવામાં આવે છે. તેમજ તેમને વેન્ટિલેટરી મેનેજમેન્ટ દ્વારા ગળામાં કાણું પાડી અને વેન્ટિલેર દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા પૂરી પાડવામાં આવે છે. આ સમયે જમવાનું બંધ અને માત્ર નળી વાટે તેઓને ફીડ કરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 બાળકો સાજા થયા
શરીરમાં ઉત્પન્ન થયેલી એન્ટિબોડી તત્વો કે જે શરીરને નુકસાન કરતા છે. તેમને બ્લોક કરવા ઇન્ટરવેન્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું ખાસ ઇન્જેક્શન આપવામાં આવે છે. જેની કિંમત રૂ. 80થી રૂ. 1 લાખ સુધીની હોય છે. જેની માત્રા બાળકના વજન પરથી નક્કી કરવામાં આવે  છે. વેન્ટલીએટરી સિસ્ટમ, અન્ય એન્ટિબોડી ઇન્જેક્શન તથા અન્ય મેડિસિનનો ખર્ચ લગભગ રૂ. 8 હજાર જેટલો પ્રતિદિન થાય છે. એક બાળક 70થી 90 દિવસ સારવાર દરમિયાન હોસ્પિટલમાં રહે છે. તેઓનો સરેરાશ રૂ. 2.50 લાખનો ખર્ચ થાય છે. જે તમામ ખર્ચ સરકારી હોસ્પિટલ ભોગવે છે. જુદી જુદી હોસ્પિટલમાંથી રાજકોટ સિવિલમાં રીફર કરાયેલા બાળકોમાં ગુલિયાન બારી સિન્ડ્રોમની શ્વસનને લગતી ગંભીર બીમારીઓ જોવા મળી હતી. માંગરોળ તાલુકાના આરાધ્યા ભરતભાઈ જેની ઉંમર ત્રણ વર્ષની છે તેમને કુલ 89 દિવસ માટે સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા,  અને 25 દિવસ માટે વેન્ટિલેટર હેઠળ સારવાર આપવામાં આવી હતી. માળિયા-મિયાણાના સાત વર્ષીય હુસેનભાઇ 38 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને 20 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉપલેટાના હર્ષ અશ્વિનભાઈ પરમાર કે જે આઠ વર્ષના બાળકને 17 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવેલ હતો. રાજકોટના મિતરાજ ગોસ્વામીને કુલ 78 દિવસ સારવાર આપવામાં આવી હતી તેમને 20 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો અન્ય એક દર્દી મૂળ દાહોદના વતની શિવરાજ લક્ષ્મણ કે જે માત્ર ત્રણ વર્ષના બાળકને કુલ 72 દિવસ સારવાર સાથે 25 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા બાદ આ બાળકોને ફિઝ્યોથેરાપી આપવામાં આવી હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  

અન્ય સમાચારો પણ છે...