કાર્યવાહી:ચાઇનીઝ દોરી વેચતા પાંચ પકડાયા, 58 ફીરકી કબજે, જાહેરમાં પતંગ ચગાવતો યુવાન પકડાયો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પોલીસે પતંગ-દોરીનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. પોલીસની ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાંચ વેપારીને ચાઇનીઝ દોરીની 58 ફીરકી સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે. જેમાં સત્યસાંઇ મેઇન રોડ પર આવેલી ક્રિષ્ના ગિફ્ટ આર્ટિકલ એન્ડ સિઝનેબલ સ્ટોર પાસેથી રાકેશ જયસુખભાઇ ગોધાતને રૂ.20 હજારના કિંમતની 40 ચાઇનીઝ ફીરકી સાથે, ખોરાણા ગામેથી જતિન વિનોદભાઇ વખારિયા નામના કરિયાણાના વેપારીને નવ ફીરકી સાથે,

પેડક રોડ પર જાહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા સુરેશ રમણભાઇ પટણીને છ ફીરકી સાથે, જંક્શનપ્લોટ-12માંથી ગાયકવાડીના કુલદીપ મુકેશભાઇ ભોણિયાને ચાઇનીઝ દોરીની એક ફીરકી સાથે, ગોંડલ રોડ, લોધેશ્વર સોસાયટી-3ના દેવેન્દ્ર અરવિંદ જરિયાને બે ફીરકી સાથે પકડી પાડ્યા છે. ઉપરોક્ત ચારેય વેપારી સામે આઇપીસી 188 અને જીપી એક્ટ 131ની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ઉપરાંત સાધુવાસવાણી રોડ પર સિન્થેટિક મટિરિયલ, લોખંડનો પાઉડર, કાચ સહિતનું મિશ્રણ કરી ઘાતક દોરી બનાવી વેચાણ કરતા મૂળ અમદાવાદના વસંત વાલજી પટનીને પાંચ ફીરકી સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે. જ્યારે શાસ્ત્રીમેદાન નજીક જાહેરમાં પતંગ ચગાવતા રામનાથપરાના નિયામત મુક્તારહુશેન કાદરીને પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...