જામીન નામંજૂર:બેંક સાથેના છેતરપિંડી કેસમાં પાંચ આરોપીના આગોતરા જામીન રદ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નકલી ઘરેણાં ગીરવે મૂકી અનેક લોન મેળવી કૌભાંડ આચર્યું’તું

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઘરેણાં ઉપર લોન આપવાની સ્કીમ માટે ઘરેણાં ચકાસવા માટે રાજકોટના સોની વેપારી ધવલ ચોકસીની બેંકે વેલ્યૂઅર તરીકે નિમણૂક કરી હતી. દરમિયાન ધવલ ચોકસીએ જ નકલી સોનાના ઘરેણાં હોવાનું જાણવા છતાં અસલી ઘરેણાં હોવાનો રિપોર્ટ આપી અનેક લોકોને લાખો રૂપિયાની લોન અપાવી દીધી હતી. જે કૌભાંડનો પર્દાફાશ થયા બાદ બેંક અધિકારીએ વેલ્યૂઅર તેમજ લોન લેનાર શખ્સો સામે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જુદા જુદા બે પોલીસમથકમાં નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસે વેલ્યૂઅર ધવલ ચોકસી અને ખોટા ઘરેણાંના પ્રમાણપત્રના આધારે લોન લેનાર ચાર મળી કુલ પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

છેતરપિંડી કૌભાંડમાં 25 આરોપી સામે ફરિયાદ નોંધાઇ હોય અન્ય આરોપીઓને પકડવા પોલીસે ભીંસ વધારતા નાસતા ફરતા કપિલ અનિલ વાઘેલા, હેતલ અલ્પેશ ધ્રાંગધરિયા, જગદીશ વિનુ વાઘેલા અને અઝીમ નામના આરોપીઓએ પોતે આ કૌભાંડમાં ધવલ ચોકસીના કહેવાથી અમારા નામે લોન લેવાઇ હોવાનું અને તે સિવાય તેઓ કંઇ જાણતા નહિ હોવાનું જણાવી અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજીનો જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ વિરોધ કરતા અદાલતે ચારેય આરોપીના આગોતરા જામીનને ફગાવી દઇ નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...