તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો ડર જતા લોકો ફરવા નીકળ્યા:સમયમર્યાદામાં વધારાના પ્રથમ રવિવારે લોકો ઘર બહાર નીકળ્યા, રાજકોટ ઝૂમાં 4400 અને ઇશ્વરીયા પાર્કમાં 1500 લોકો ઉમટ્યા

રાજકોટ3 મહિનો પહેલા
પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓ ઉમટ્યા.
  • રાજકોટના ન્યારી ડેમ, આજીડેમ, રાંદરડા તળાવ સહિતના ફરવાલાયક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

કોરાનાની બીજી ઘાતક લહેરે રાજકોટ સહિત દેશભરમાં હાહાકાર મચાવ્યો હતો. આથી સરકારની ગાઈડલાઈન પ્રમાણે ફરવાલાયક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, મંદિર, જીમ, સ્પોર્ટ્સ ક્લબ સહિત બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થતો ગયો અને એક બાદ એક સ્થળને સરકાર દ્વારા અનલોક કરવામાં આવ્યા. સમયમર્યાદામાં વધારો થયાના પ્રથમ રવિવારે જ લોકો ફરવા નીકળી ગયા હતા. રાજકોટના બેસ્ટ ડેસ્ટિનેશન ગણાતા ઇશ્વરિયા પાર્કમાં 1500 અને પ્રદ્યુમન પાર્કમાં 4400 સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. કોરોનાના નિયમો મુજબ જ સહેલાણીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. લોકોમાં જાગૃતિ આવે તે માટે ઇશ્વરિયા પાર્કની અંદર બોર્ડ લગાવવામાં આવ્યા છે.

ઓસમ ડુંગર પણ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો
જિલ્લા કલેકટ૨ તંત્ર ઇશ્વરિયાપાર્ક અને ઓસમ ડુંગ૨ પર્યટકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઇશ્વરિયા પાર્કમાં કોવિડ- 19ની ગાઈડલાઈનને અનુસરી પર્યટકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે પાર્કમાં ઠે૨-ઠે૨ સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરોના બોર્ડ જનજાગૃતિ માટે લગાવવામાં આવ્યા છે. તેમજ ચોમાસામાં કુદરતી સૌંદર્યથી ભરપૂર ઓસમ ડુંગર પણ સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અહીં પણ સોશિયસ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ઇશ્વરિયા પાર્ક સહેલાણીઓથી ઉભરાયું.
ઇશ્વરિયા પાર્ક સહેલાણીઓથી ઉભરાયું.

ન્યારીડેમ, રાંદરડા તળાવે પણ સહેલાણીઓ જોવા મળ્યા
રાજકોટના ન્યારી ડેમ, આજીડેમ, રાંદરડા તળાવ સહિતના ફરવાલાયક સ્થળોએ મોટી સંખ્યામાં પ્રથમ રવિવારે લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદામાં ઘટાડો થતા લોકોએ મોડે સુધી રેસકોર્સ રિંગ રોડની પાળી પર બેસી આઇસ્ક્રિમનો આનંદ લીધો હતો.

ઢળતી સંધ્યાએ ન્યારીડેમ ખાતે ઉમટેલા લોકો.
ઢળતી સંધ્યાએ ન્યારીડેમ ખાતે ઉમટેલા લોકો.

ઇશ્વરિયા પાર્ક નવી ડીઝાઈન મુજબ તૈયા૨ થશે
રાજકોટ શહે૨-જિલ્લામાં કોરોના વાય૨સની મહામારીનું સંક્રમણ ઘટતા જ શહે૨ની ભાગોળે આવેલું ઈશ્વરિયાપાર્ક તેમજ ઓસમડુંગ૨ પર્યટકો માટે આજથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. હવે ઈશ્વરિયાપાર્કને નયન૨મ્ય અને આકર્ષક બનાવવા ખાસ ડેવલોપ ક૨વાની યોજના મૂર્તિમંત ક૨વામાં આવી છે. શહે૨ના નઝરાણા સમાન અને હરિયાળીથી ભ૨પૂ૨ ઇશ્વરિયાપાર્કના વિકાસ (ડેવલોપમેન્ટ) માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ ઓનલાઈન ટેન્ડ૨ બહા૨ પાડી એજન્સી પાસેથી ડીઝાઈન મંગાવવામાં આવના૨ છે. જેમાં પાર્ટીપ્લોટ, બાલક્રિડાંગણ, ગાર્ડન, ફૂડકોર્ટ નવી ડિઝાઇન મુજબ તૈયાર કરવામાં આવશે.

રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાળકોએ રાઇડ્સની મજા લીધી.
રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાળકોએ રાઇડ્સની મજા લીધી.

એજન્સી આર્કીટેક્ચ૨ નક્કી કરી ડીઝાઈન મંગાવશે
આ અંગે એડિશનલ કલેક્ટ૨ પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ઇશ્વરિયાપાર્કમાં ગાર્ડન અને ઈકો ટૂરીઝમના વિકાસ માટે ખાસ યોજના ઘડી કાઢવામાં આવી છે. આ માટે જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચ૨ ઉભું ક૨વામાં આવશે. ઈશ્વરિયાપાર્કમાં પાર્ટીપ્લોટ પણ તૈયા૨ કરાશે. આ માટે તેમજ ગાર્ડન બાળકોના ક્રિડાગંણ, ફૂડકોર્ટ અંગે ઓનલાઈન ટેન્ડ૨ પ્રસિદ્ધ કરી એજન્સી આર્કીટેક્ચ૨ નક્કી કરી ડીઝાઈન મંગાવશે.

રેસકોર્સ રિંગ રોડની પાળી પર બેસી લોકોએ આઇસ્ક્રિમની મજા માણી.
રેસકોર્સ રિંગ રોડની પાળી પર બેસી લોકોએ આઇસ્ક્રિમની મજા માણી.
બાલભવનમાં બાળકોનો આનંદ.
બાલભવનમાં બાળકોનો આનંદ.
અન્ય સમાચારો પણ છે...