સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ પ્રાણ પ્રશ્ન છે તેવામાં ટ્રાફિક વિભાગમાં નવા ડીસીપીની નિમણુંક બાદ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે. આ ટ્રાફિક એપ દ્વારા લોકોને ટ્રાફિકજામ, રોડ બંધના ચોક્કસ અપડેટ સહીત તમામ સુવિધા આંગળીના ટેરવે મળી રહેશે. આ માટે રાજકોટ પોલીસ દ્વારા મેપ માય ઇન્ડિયા સાથે ખાસ MOU કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ એપ્લિકેશન ભારતમાં જ બનેલ છે અને ગુગલ મેપ કરતા સારી એપ્લિકેશન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ એપ્લિકેશન મદદથી શું રાજકોટ પોલીસ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવી શકશે કે કેમ તે પણ મોટો સવાલ છે.
રોડની એકયુરેટ સ્થિતિ જોવા મળશે
રાજકોટ એ ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે કે જ્યાં વાહનચાલકો મેપ માય ઇન્ડિયા મોબાઇલ એપ્લીકેશન દ્વારા ટ્રાફિક અડચણોના સમયસર અપડેટ મેળવી શકશે. આ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા મેપ માય ઇન્ડિયા સાથે MOU કરવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આધુનિક સમયમાં મોબાઇલ મેપ કોઇ અસામાન્ય વસ્તુ નથી પણ વાહન ચાલકો તેના દ્વારા રોડની એકયુરેટ સ્થિતિ જેમકે વીઆઇપી મુવમેન્ટના કારણે રોડ ટેમ્પરરી બંધ કરાયો હોય વગેરે બાબતો નથી જાણી શકતા પરંતુ હવે આ એપ દ્વારા વાહન ચાલકો રોડ પર ચાલી રહેલ કામ, ડાયવર્ઝન જેવી માહિતી પણ વધુ ચોક્કસ રીતે જાણી શકશે.
વાહનચાલકોને મદદ મળશે
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડાયવર્ઝન, ટ્રાફિકજામ, રોડનું ખોદાણ, રોડ પરના સ્પીડબ્રેકર, રોડ પરના ખાડા, રોડ બંધ હોવાની સ્થિતિમાં સારામાં સારો વૈકલ્પિક માર્ગ, વીઆઇપીનો કાફલો પસાર થવો વગેરે માહિતીઓ એપ બનાવનારાને રીયલ ટાઇમ અપડેટ આપશે જેના થકી લોકોને એપની મદદથી મળતી રહેશે. રાજકોટ શહેર પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ટ્રાફિકનાં ડેપ્યુટી કમિશનર પૂજા યાદવે માર્ગદર્શન હેઠળ એક નોડલ ઓફિસર ડેપ્યુટ કરવામાં આવશે જે ફિલ્ડ સ્ટાફ પાસેથી ટ્રાફિક અને રોડની માહિતી એકઠી કરશે અને એપને પહોંચાડતા રહેશે જેનાથી યુઝર વાહનચાલકોને મદદ મળશે.
એપ્લીકેશન ડ્રાઇવરને ચેતવણી આપશે
આ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા રાજકોટ શહેરના દરેક રોડ માટે સ્પીડ લીમીટ નક્કી કરેલી છે જો કોઈ વાહનચાલક જે તે રસ્તા પર કોઇ વધારે સ્પીડથી વાહન ચલાવશે તો આ એપ્લીકેશન ડ્રાઇવરને ચેતવણી આપશે. ઉલ્લેખનીય છે કે આ સાથે એપ્લિકેશન મદદથી ટ્રાફિક સહિતની સુવધા એપ્લિકેશન મારફત મળશે તે મહત્વનું છે પરંતુ આજ એપ્લિકેશનની મદદથી રાજકોટ પોલીસ રાજકોટની જનતાને ટ્રાફિક સમસ્યામાંથી સાચા અર્થમાં મુક્તિ અપાવી શકશે કે કેમ તે પણ જોવું મહત્વનું રહેશે.
એપ્લિકેશન મદદથી શું જાણી શકશે રાજકોટવાસીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.