તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • First In Rampara Sanctuary Bhaskar; A New Breed Of Lion Being Prepared In 3700 Acres, 22 Lion Cubs Were Born Here, Now 11 Lions

ભાસ્કર બ્રેકિંગ:પહેલીવાર રામપરા અભયારણ્ય ભાસ્કરમાં; 3700 એકરમાં તૈયાર થઈ રહેલી સિંહની નવી પેઢી, અહીં 22 સિંહબાળનો જન્મ થયો, અત્યારે 11 સિંહ

રાજકોટ3 મહિનો પહેલાલેખક: ઇમરાન હોથી, પ્રકાશ રાવરાણી
  • કૉપી લિંક
આંબરડી નામનો આ ડાલામથ્થો સાવજ નવી પેઢીનો પિતામહ કહેવાશે. - Divya Bhaskar
આંબરડી નામનો આ ડાલામથ્થો સાવજ નવી પેઢીનો પિતામહ કહેવાશે.
  • રામપરા વીડીમાં જન્મતા સિંહબાળનું નામ પિતા, નહીં માતાના નામ પરથી રખાય છે
  • સિંહબાળને શિકાર શીખવવા પાઠશાળા પણ બનાવાશે...
  • જીન પુલના આ 6 વિભાગમાં 11 સિંહ

રાજકોટથી 50 કિ.મી. દૂર ટેકરીઓની વચ્ચે ખીજડિયા ગામ અને ત્યાંથી ત્રણ કિ.મી. દૂર એક વિશાળ દરવાજો, અહીં કોઈને પણ જવાની મંજૂરી નથી. પેશકદમી થાય તો સીધો ગુનો જ નોંધાય છે, કારણ કે અહીં અનેક પશુ-પક્ષીઓ નિર્ભીક બનીને વિચરી રહ્યા છે, તેથી વન વિભાગ અહીં માનવ વિક્ષેપ સાંખતો નથી. આ વિસ્તાર એટલે રામપરા વાઇલ્ડલાઈફ સૅન્ક્ચ્યૂરી. અહીં મુક્ત મને વિચરતાં અનેક પશુ-પક્ષીઓની સાથે દેશની સૌથી મૂલ્યવાન અને સિંહના સંવર્ધન માટે જીન પુલ પણ છે. જીન પુલ એટલે એવી વ્યવસ્થા, જ્યાં પ્રજનન માટે શ્રેષ્ઠ પ્રાણીને લાવીને સંવર્ધન કરાવાતું હોય. જો જંગલમાં વિચરતા સિંહોને કોઈ મુશ્કેલી થાય તો અહીં સચવાયેલા સિંહોથી આખી પ્રજાતિ લુપ્ત થતી બચાવી શકાય છે.

આ‌વી શક્યતા નહીંવત છે, પણ જો વર્ષો બાદ આવું કંઈ થાય, તોપણ ભવિષ્યમાં સિંહોનાં જે બચ્ચાં જન્મશે તેમને આ જ વિસ્તારમાં શિકાર સહિતની બાબતો કુદરતી રીતે જ શીખાવાશે અને પછી તેમને જંગલમાં છોડાશે. રામપરાને 1988માં આરક્ષિત જાહેર કરાયું હતું. અહીં 2011થી સિંહ સંવર્ધન શરૂ કરાયું છે. એ અંતર્ગત અહીં 11 સિંહ છે, જેમાં બે મોટા નર, ત્રણ મોટી માદા, ત્રણ નાની માદા અને બાકીનાં બચ્ચાં છે.

અત્યારસુધી અહીં 22 સિંહબાળ જન્મ્યા છે. એમને પિતાને બદલે માતા પરથી નામ અપાયાં છે, જેમ કે સૌમ્યા સિંહણના એક બચ્ચાનું નામ સરસ્વતી છે. આ સિંહો પુખ્ત થતાં તેમને કર્ણાટક, રાજસ્થાન અને બ્રિટન પણ મોકલાયા છે. અહીં સિંહોને મુક્ત માહોલનો અનુભવ કરાવવા 6 વિશાળ કમ્પાઉન્ડ બનાવાયા છે. આવું એક કમ્પાઉન્ડ એક હેક્ટરમાં ફેલાયેલું હોય છે. નર એકલા રહે છે, જ્યારે માદા બચ્ચાં સાથે રહે છે. સંવનન કાળમાં નરોને માદા સાથે રખાય છે. આ ઉપરાંત અહીં લેબ, સીસીટીવી અને 24 કલાક સુરક્ષા વ્યવસ્થા છે.

સૌથી મોટી રાહતઃસિંહનો વિસ્તાર વિશાળ છે, એકસાથે લુપ્ત થવાની કોઈ શક્યતા નથી
સિંહની પ્રજાતિ કોઇ રોગચાળાને કારણે લુપ્ત થઇ શકે છે એવી અફવા ઘણા સમયથી ફેલાઈ રહી છે. આ અંગે સીસીએફ ડો. કે. રમેશે જણાવ્યું હતું કે આવી કોઇ જ શક્યતા નથી.
સિંહની સંખ્યા વધતાં એમનો ખોરાક અને પાણીની શોધમાં માંગરોળના દરિયાકાંઠાથી શરૂ કરી ભાવનગર સુધી સિંહનો વસવાટ થયો છે. જો કોઇ એક જગ્યાએ નાનો-મોટો રોગચાળો હોય તો એ બીજે પહોંચવાનો નથી, એ પહેલાં જ કાબૂમાં આવી જશે. જીન પુલનું કામ ખૂબ જ લાંબા ગાળાનું છે. કોઇ જગ્યાએ જીનેટિક ઈમ્પ્રુવમેન્ટ માટે ખૂબ જ અગત્યનું પુરવાર થશે.

સૌથી અનોખુંઃ 280 પ્રજાતિનાં વૃક્ષો વચ્ચે 150થી વધુ પ્રજાતિનાં પશુ-પક્ષી
સિંહને મુક્ત માહોલનો અનુભવ કરાવવા 2.5 એકરનું એક એવા 6 વિશાળ કમ્પાઉન્ડ બનાવાયા છે, જેમાં સિંહ વિહરે છે. સીસીટીવી અને 24 કલાક સુરક્ષાની સજ્જડ વ્યવસ્થા છે. જ્યારે ઝરખ, નાર(વરુ) દીપડા, ચિંકારા, નિલગાય તેમજ સહિત 250 પ્રજાતિ મુક્ત વિચરે છે. વૃક્ષોની 280 પ્રજાતિ છે. આ તમામના સંરક્ષણ માટે સીસીએફ ડો. કે. રમેશ, સીસીએફ ડી. ટી. વસાવડા, ડીસીએફ ચિરાગ અમીન અને આરએફઓ રફિક સીડા સહિતની ટીમ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે.

1988માં અભયારણ્ય જાહેર

  • 2011માં જીન પુલની મંજૂરી
  • 15 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અભયારણ્ય
  • 20 પ્રજાતિનાં સસ્તન પ્રાણીનો મુક્ત વિહાર
  • 03 વોચ ટાવર ટેકરીઓ પર બનાવી સુરક્ષા વ્યવસ્થા
  • 130 પ્રકારના પક્ષીઓ મોટા ભાગના અલભ્ય
  • 02 ઝરા ખળખળ વહીને જંગલ જીવતું રાખે
  • 22 સિંહબાળનો અત્યારસુધી રામપરામાં જન્મ