સરકારમાં લેટર મોકલાયો:પહેલા કહ્યું 267 કર્મીની જરૂર, પછી કહ્યું 400 તો જોઇએ જ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીના 400થી વધુ કરારી કર્મીઓના કોન્ટ્રાક્ટ ચાલુ સપ્તાહે રિન્યૂ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 11 દિવસથી કરાર પૂરો થઇ જવા છતાં કરાર આધારિત કર્મચારીઓ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી રહ્યા છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ 400થી વધુ કર્મચારીઓની રોજગારીને ગંભીરતાથી નહીં લેતા અગાઉ 267 કર્મચારીની ભરતી કરવાની હોવાનો લેટર સરકારને મંજૂરી માટે મોકલ્યો હતો પરંતુ બાદમાં ફેરવી તોડી તાજેતરમાં 400થી વધુ કર્મચારીઓની યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતીની જરૂરિયાત હોવાનો સુધારેલો પત્ર સરકારમાં મંજૂરી માટે મોકલ્યો છે. ચાલુ સપ્તાહમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નોન ટીચિંગના કરાર આધારિત કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારમાંથી પણ આ મુદ્દે ઝડપથી નિર્ણય લેવાય અને મંજૂરી મળે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

10 ડિસેમ્બરે યુનિવર્સિટીના 400થી વધુ કર્મચારીઓના કરાર પૂરા થઇ જતા તમામને ટેલિફોનિક જાણ કરી છૂટા કરી દેવામાં આવ્યા હતા. સપ્તાહના બ્રેક બાદ ફરી કરાર રિન્યૂ કરી દેવાનું કર્મચારીઓને જણાવ્યું હતું પરંતુ 10 દિવસ થઇ જતા કરાર રિન્યૂ નહીં કરવામાં આવતા કર્મચારીઓમાં પણ નોકરીને લઈને ચિંતા છવાઈ હતી.

ખુદ યુનિવર્સિટીના સત્તાધીશોએ જ અગાઉ સરકારમાં નોન ટીચિંગના 267 કર્મચારીની જ જરૂરિયાત હોવાનો પત્ર મોકલ્યો હતો પરંતુ બાદમાં 400થી વધુ કર્મચારીઓની જરૂરિયાત હોવાનો સુધારેલો પત્ર સરકારમાં મંજૂરી માટે મોકલ્યો છે અને સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ હવે આગામી ત્રણથી ચાર દિવસમાં જ કરારી કર્મીઓના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે કરારી કર્મચારીઓને કરાર રિન્યૂ થશે ત્યારથી જ પગાર મળશે બાકીના દિવસોનો પગાર મળી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...