હુકમ:બોગસ સર્ટિફિકેટથી નોકરી લેનાર ફાયરમેનને નિવૃત્ત કરી દેવાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્તિના કોઇ લાભ નહીં, માત્ર રહેમિયત પેન્શન

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફરજ નિભાવતા ફાયરમેન ભરત મુલિયાણાને નિમણૂક વખતે બોગસ સર્ટિફિકેટ રજૂ કરવા બદલ સેવા નિવૃત્ત કરવા નાયબ કમિશનરે હુકમ કર્યો છે. ભરત મુલિયાણાની નિમણૂંક 1989માં થઇ હતી. 2018માં મહેકમ શાખાને ફરિયાદ મળી હતી કે તેમણે બોગસ સ્કૂલ લિવિંગ સર્ટિ. રજૂ કર્યું છે.

જેથી 2019માં તપાસ શરૂ કરાઈ હતી અને ઉંમરની ખરાઈ માટે જે શાળાનું પ્રમાણપત્ર હતું તેની ખરાઈ ડીઈઓ કચેરીમાં કરાતા અંબિકા પ્રાથમિક શાળા નામની સ્કૂલ એ સમયે હતી જ નહીં તેવો અભિપ્રાય આવ્યો હતો. આખરે તપાસના બાદ ફાયરમેનને ફરજિયાત સેવાનિવૃત્ત કરવાનો હુકમ નાયબ કમિશનરે કર્યો હતો. ફાયરમેનને નિવૃત્તિના હાલ કોઇ લાભ મળવાપાત્ર રહેશે નહિ અને પગાર બંધ કરીને માસિક ઓછામાં ઓછું 9000 રૂપિયા રહેમિયાત પેન્શન અપાશે.

અન્ય સમાચારો પણ છે...