કોરોનામાં સાવચેતી:વધુપડતો ધુમાડો છોડતા ફટાકડા બાળકો અને વૃદ્ધો માટે જોખમી, ધુમાડો મોઢામાં જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડે: કોરોના એક્સપર્ટ ડો. ક્યાડા

રાજકોટએક વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમિત અથવા લક્ષણો ધરાવતી વ્યક્તિઓ માટે દિવાળીમાં ફટાકડાનો ધુમાડો ખૂબ જોખમી
  • ધુમાડો શ્વાસમાં જવાથી ઓક્સિજન લેવલ ઘટી જાય છે

રાજકોટમાં દિવાળીના તહેવા૨ પહેલાં કોરોના દર્દીઓની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ દિવાળીનો તહેવાર નજીક આવતાં સંક્રમણ વધવાનો ભય પણ સતાવી રહ્યો છે. દિવાળીના તહેવાર પર વધુપડતો ધુમાડો છોડતા ફટાકડા બાળકો અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે ધુમાડો મોઢામાં જવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સિવિલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડોક્ટર હેતલ ક્યાડાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત અથવા તો કોરોનાનાં લક્ષણો ધરાવતી વ્યક્તિઓ માટે આ ધુમાડો જોખમી સાબિતી થઈ શકે છે, કારણ કે ધુમાડો શ્વાસમાં જવાથી ઓક્સિજન લેવલ ઘટી જાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

ફટાકડાના દારૂનો ધુમાડો સામાન્ય લોકો માટે પણ નુકસાનકારક છે- ડો. ક્યાડા
વધુમાં ડોક્ટર ક્યાડાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર પર ધુમાડો વધુ થાય છે, જેથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓ અને જે લોકોને કોરોના થયો છે તેવા લોકોએ આ ધુમાડાથી દૂર રહેવું જોઈએ. આ દર્દીઓના શ્વાસમાં ધુમાડો જાય તો ઓક્સિજન લેવલ ઘટી જાય છે, જેથી તેને ગૂંગળામણ થાય છે. જોકે ફટાકડાના દારૂનો ધુમાડો તો એમ પણ સામાન્ય લોકો માટે પણ નુકસાનકારક છે. બાળકો અને વડીલોએ દિવાળીના તહેવાર પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. નાનાં બાળકો જો પોપ અપ જેવા ફટાકડા ફોડે તો તેને વધુ નુકસાન ન થાય, વધુમાં જણાવ્યું હતું કે હું ફટાકડાના વિરોધમાં નથી, પણ નુકસાનકારક છે એટલા માટે દૂર રહેવું જોઈએ.

કોરોનાથી સાજા થયેલા લોકો માટે ધુમાડો જોખમી બની શકે છે
ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા બાદ પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ નિષ્ણાતો આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.

સિનિય૨ સિટિઝન્સે આ દિવાળીએ ફટાકડા ફૂટતાં હોય ત્યારે બહા૨ નીકળવાનું ટાળવું જોઈએ
કોરોના દર્દીઓના વ્યાપક હિતને ધ્યાને લઈ તંદુ૨સ્ત લોકો ફટાકડા ન ફોડે એ હિતાવહ છે. ફટાકડા ફોડવાથી કાર્બન મોનોકસાઈડ મોટા પ્રમાણમાં હવામાં ફેલાય છે, જે શ્વાસમાં જવાથી કોરોનાના દર્દીઓને ગૂંગળામણ થઈ શકે છે. સિનિય૨ સિટિઝન્સે આ દિવાળીએ ફટાકડા ફૂટતા હોય ત્યારે બહા૨ નીકળવાનું ટાળવું જોઈએ. કોરોનાની સા૨વા૨ ક૨તા તબીબોના મતે આ વર્ષે દિવાળીએ ફટાકડા ન ફોડવા એ કોવિડ દર્દીઓના હિતમાં છે. ફટાકડા ફોડવાથી પ્રદૂષણ સહિત અનેક પ્રકા૨ની સમસ્યા ઊભી થશે. રાજકોટ શહે૨માં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી ૨હી છે. ત્યારે નાગરિકોએ સ્વયં જાગૃતતા દાખવી આ મહામારી વધુ ન ફેલાય અને કોરોનાના દર્દીઓને વધુ મુશ્કેલીનો સામનો ક૨વો ન પડે તેવા પ્રયાસ કરવા જોઈએ.

આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં
બીજી તરફ, શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં શ૨દી, ઉધ૨સના કેસમાં વધારો જોવા મળે છે. કોરોનાની સ્થિતિમાં પહેલીવા૨ શિયાળો આવ્યો હોવાથી આ વર્ષે હવામાનમાં આ વાઇ૨સના ફેલાવાથી કેવી અસર થશે એ ધ્યાનમાં લેવું જરૂરી છે. જોકે હાલના દિવસોમાં તો રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ દિવાળીનો ધુમાડો અને શિયાળામાં ઠંડી વધતાં આગામી દિવસોમાં કોરોના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં.