તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગના બનાવ:ફટાકડાના ધુમાડાથી 14ને આંખમાં બળતરા થઇ, 5 દાઝ્યા, 48 સ્થળે આગના બનાવ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવાળીની મોડી રાત સુધી ફાયરબ્રિગેડ સ્ટાફ શહેરભરમાં દોડતો રહ્યો

શહેરમાં દિવાળીની રાત્રે ફટાકડાના ધુમાડામાં 14 લોકોને આંખમાં બળતરા થઇ હતી તો 5 લોકો ફટાકડા ફોડતી વખતે દાઝી જતાં તેઓને સારવાર લેવી પડી હતી, ફટાકડાને કારણે બે મકાન સહિત 48 સ્થળે આગના બનાવ બનતા આખીરાત ફાયરબ્રિગેડ સ્ટાફ દોડતો રહ્યો હતો. દિવાળની રાત્રે ફટાકડા ફોડતી વખતે લાપરવાહી દાખવવાને કારણે દરવર્ષે દાઝવાના અનેક બનાવો બને છે અને આ સંજોગોમાં લોકોને તાકીદે સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા દિવાળીની રાત્રે ફટાકડાથી દાઝતા લોકોની સારવાર માટે અલગ વિભાગ શરૂ કરવામાં આવે છે.

રવિવાર અને દિવાળીની રાત્રે શહેરમાં સદનસીબે આ આંક ઓછો નોંધાયો હતો. 14 લોકોને ફટાકડાના ધુમાડાને કારણે આંખમાં બળતરા થતાં સિવિલના આંખ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પાંચ લોકો ફટાકડા ફોડતી વખતે હાથના ભાગે દાઝી ગયા હતા અને તેમને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.ફાયરબ્રિગેડ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફટાકડાને કારણે આગના કિસ્સામાં રાત દરમિયાન કુલ 48 કોલ આવ્યા હતાં.

જેમાં લક્ષ્મીવાડી તેમજ મોચીબજાર ચબૂતરા પાસે આવેલા મકાનમાં આગ લાગી હતી, ફાયરબ્રિગેડ સ્ટાફે પાણીમારો ચલાવી બંને મકાનમાં આગ બુઝાવી હતી. તેમજ આ ઉપરાંત કચરાપેટી અને વરંડામાં પણ આગના કિસ્સા બન્યા હતા. દિવાળીના દિવસે આખીરાત ફાયરબ્રિગેડ સ્ટાફ દોડતો રહ્યો હતો.

ટહેલવા નીકળેલા પિતા-પુત્ર સહિત 8 પકડાયા
પોલીસે ગઇકાલે રાતે દારૂનો નશો કરી છાકટા થઇ ટહેલવા નીકળેલા આઠ શખ્સને પકડી પાડ્યા છે. ભાવનગર રોડ, ચુનારાવાડ ચોકમાંથી સંજય લાલજી દાદુકિયા, નીતિન સુરેશ પારેશા, જયેશ મોતી રાઠોડ, સિંધી કોલોનીમાંથી ભોમેશ્વરવાડી-7નાં ભરત મનજી ઢાઢ અને તેનો પુત્ર કમલેશ, રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી સ્લમ ક્વાર્ટરના મહમદ હારૂન દલવાણીને, જ્યારે રૈયારોડ પરથી તેજશ ઉર્ફે રાજ નિલેશ કાપડી અને રમેશ ઉર્ફે દકુ ધનજી બોખાણીને દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી લઇ લોકઅપની હવા ખવડાવી ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવ્યો છે. આ ઉપરાંત કુબલિયાપરા-5માં રહેતી સુનિતા કરશન રાઠોડ નામની યુવતીને 11 લિટર દેશી દારૂ સાથે થોરાળા પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો