તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી:50થી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર NOCની નોટિસ ફટકારાઇ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કમ્પ્લીશન પૂરતી NOC લેવાય છે, પછી બિલ્ડર ભૂલી જાય છે
 • 24 કલાક જ્યાં રહેવું છે તે ફ્લેટ પણ આગથી સુરક્ષિત નહિ

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ હોય કે પછી સુરતમાં બનેલી તક્ષશિલાની ઘટના હોય એ વાત સ્પષ્ટ થઈ છે કે, ફાયરના સાધનો અને તાલીમ કેટલી જરૂરી છે. આ કારણે શાળાઓ, ક્લાસીસ, હોસ્પિટલ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસીની નોટિસ ગઈ છે. આવા સ્થળોએ થોડી જ કલાકો વીતતી હશે પણ હાઈરાઈઝ બિલ્ડિંગ કે જ્યાં બાળકો અને મહિલાઓનો સૌથી વધુ સમય પસાર થાય છે તેના બિલ્ડર પણ ફાયર એનઓસીની ઉપેક્ષા સેવી રહ્યાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે અત્યાર સુધીમાં આવા 50થી વધુ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે.

ફાયર વિભાગનો સ્ટાફ જ્યારે હાઈરાઈઝ રહેણાક વિસ્તારોમાં ગયો ત્યારે ફાયરના સાધનોની અપૂર્તિ હતી અને જે પડ્યા હતા તે સડી ચૂક્યા હતા એટલે કે 10મા કે 8મા માળે ફ્લેટમાં આગ લાગે તો ફાયર ફાઇટર ન આવે ત્યાં સુધી આગ બુઝાવવામાં સક્ષમ ન હતા. ફાયર ઓફિસર આઈ.વી. ખેર જણાવે છે કે, મોટાભાગના બિલ્ડિંગમાં એક વખત એનઓસી લીધા બાદ સાધનો મેનટેન જ નથી થયા જે યોગ્ય નથી તેથી નોટિસ અપાઈ છે. હકીકતે બિલ્ડરો માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે જ ફાયર એનઓસી લ્યે છે અને પછી ભૂલી જાય છે.

બે-ત્રણ વર્ષ સુધી ફ્લેટ વેચાય નહિ ત્યાં સુધી રિન્યૂ કરાવતા નથી અને પછી એસોસિએશનને સોંપી દઈ હાથ ખંખેરી નાખે છે. આગની દુર્ઘટના ન થાય તે માટે તંત્ર હોસ્પિટલ,શાળા-કોલેજો સહિત અનેક જગ્યાઓને બાનમાં લીધી છે.

અમે સોંપી દીધું હવે અમને ખબર ન હોય : બિલ્ડર
જેને નોટિસ અપાઈ છે તે બિલ્ડિંગને બનાવનારા પૈકી અમુક બિલ્ડર સાથે સંપર્ક કરતા મોટાભાગનાએ નોટિસ અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. ભરત ભટ્ટે એનઓસી સાથે જ એસોસિએશનને બિલ્ડિંગ સોંપ્યાનું કહ્યું હતું. જ્યારે બિલ્ડર અલ્પેશ લાડાણીએ પણ ફાયરના સાધનો અને કાગળો સોંપ્યાનું કહ્યું છે તેમજ આશિષ પટેલે પણ સોંપી દીધા બાદ હવે કઈ ખબર નથી તેમ ઉડાવ જવાબ આપી દીધો હતો.

જેને નોટિસ ફટકારાઈ તે પૈકીના અમુક નામ
એપલ ગ્રીન એ + બી + સી, ડેકોરા હાઇ લેન્ડ, ડ્રીમ વિલે, બેકબોન ગોલ્ડ, બેકબોન હાઇટ્સ એ + બી, દ્વારિકા હાઇટ્સ, શ્રી સિટી, ધ કોર્ટ યાર્ડ એ + બી + સી, પ્લેટિનિયમ હાઇટ્સ, ધ કોર્ટ યાર્ડ સી + ડી + ઇ, વસંત માર્વેલ એ + બી + સી ક્લબ હાઉસ, અરિહંત એવન્યુ સી, વેંકટેશ પ્લાઝા, સંસ્કાર હાઇટ્સ, સાવન બિલ્ડિંગ ટાવર – 1, સાંનિધ્ય ગ્રીન એ,બી,સી, સેલેનિયમ સ્કાય, વસંત વાટિકા, કોપર ક્લાસિક, કોપર એલિગન્સ A + B + C, ક્રિસ્ટલ એવન્યુ A + B + C + D, ડેકોરા હેબીટેટ, કોપર હાઇટ્સ એ + બી + સી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો