તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:લોકડાઉનમાં પોલીસ સ્ટેશન પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી, ભડાકા થતા પોલીસમાં પણ દોડધામ મચી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજ ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ લાગી હતી
  • ફાયર ફાઇટરના જવાનના હાથમાંથી પાણીની પાઇપ મુકાઇ જતા કર્મચારીઓમાં પણ નાચભાગ મચી

રાજકોટ: શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે એક વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોત જોતામાં વીકરાળ આગ પ્રસરી હતી. આગની સાથે ભડાકા થતા પોલીસમાં પણ દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર દોડી આવ્યું હતું. જો કે ફાયર ફાઇટરના જવાનના હાથમાંથી પાણીની પાઇપ મુકાઇ જતા કર્મચારીઓમાં પણ નાચભાગ મચી ગઇ હતી. બાદમાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો અને પીજીવીસીએલ દ્વારા રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. 

અન્ય સમાચારો પણ છે...