તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:રાજકોટના રેમ્બો સિટી એપાર્ટમેન્ટના મીટર બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી, કોઈ જાનહાનિ નહીં, ફાયર સેફટીનો અભાવ

એક મહિનો પહેલા
  • ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા મીટર બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
  • આગમાં આઠ મીટર બોક્ષ ખાખ થઈ ગયા.

ગુજરાતના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટીના અભાવે આગની દુર્ઘટનાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે મોટા મવા સ્મશાન પાસે આવેલા રેન્બોસીટી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા મીટર બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગને કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.

આગમાં આઠ મીટર બોક્ષ બળીને ખાખ થઈ
ઘટનાસ્થળે આગ લાગતા જ ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે તાબડતોબ પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ નથી.પરંતુ આગમાં આઠ મીટર બોક્ષ બળીને ખાખ થઈ ગયા હતા.

દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગાટા દેખાયા
રેમ્બો સિટીના એપાર્ટમેન્ટમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જેથી સ્થાનિક રહેવાસીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ વાતાવરણ વધુ ગંભીર બને એ પહેલા ફાયર ફાયટરની ટીમે ઘટનાસ્થળ પર દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો