તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકરાળ આગ:રાજકોટમાં પસ્તી ભંડાર મોડી રાત્રે સળગી ઉઠ્યું, 10 ફાયર ફાઇટર દોડી ગયા, પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં

રાજકોટ17 દિવસ પહેલા
રાજકોટના કોઠારીયા રોડ પર પારેખ પસ્તી ભંડારમાં મોડી રાત્રે કોઇ કારણોસર ભીષણ આગ લાગી હતી.
  • આગ લાગવા પાછળનું કારણ અકબંધ, કોઇ જાનહાનિ નહીં
  • આસપાસના લોકોએ ઘરની પાણીની મોટરો ચાલુ કરી દીધી હતી

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા પારેખ પસ્તી ભંડારમાં મોડી રાત્રે કોઇ કારણોસર ભીષણ આગ લાગી હતી. આથી આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે 10થી વધુ ફાયર ફાઇટર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર ફાઈટરના જવાનોએ દીવાલ પર ચડી આગ પર પાણીનો મારો ચલાવ્યો.
ફાયર ફાઈટરના જવાનોએ દીવાલ પર ચડી આગ પર પાણીનો મારો ચલાવ્યો.

પસ્તી ભંડાર બળીને ખાખ
આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ભંગારના આ ડેલામાં પસ્તી, વાયર, પ્લાસ્ટિક અને ઓઇલ કેનનો મોટા જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગ લાગતા જ તમામ વસ્તુમાં પ્રસરી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ પર કાબૂ મેળવાય તે પહેલા તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ હતી.

વિકરાળ આગને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.
વિકરાળ આગને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દોડી ગયા
આગની જાણ થતા જ રાજકોટ મનપાની ચૂંટણી લડનારા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દોડી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા સ્થાનિક લોકોની મદદ મળી હતી. આસપાસના ઘરમાં પાણીની મોટરો પણ ચાલુ કરી દેવામાં આવી હતી. આથી આગ થોડીવારમાં જ કાબૂમાં આવી ગઇ હતી.

10થી વધુ ફાયર ફાઇટર દોડી આવ્યા હતા.
10થી વધુ ફાયર ફાઇટર દોડી આવ્યા હતા.

આગને કારણે કોઇ જાનહાનિ નહીં
જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આથી ફાયરબ્રિગેડ સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વિકારળ આગને કારણે આસપાસમાં રહેતા ભરનિંદ્રામાંથી ઉઠીને બહાર નીકળી ગયા હતા. થોડીવાર માટે ભંગારના ડેલામાં કામ કરતા કર્મચારીઓમાં પણ નાસભાગ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો