આગ:ભાવનગરમાં રાજ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગતા અફરાતફરી, એક ઘરની ઘરવખરી બળીને ખાખ

ભાવનગરએક વર્ષ પહેલા
ભાવનગરની રાજ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી - Divya Bhaskar
ભાવનગરની રાજ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી
  • અચાનક આગ ભભૂકી ઉઠતા રાજ રેસિડેન્સીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ

ભાવનગરના ભીલવાડા સર્કલમાં પાસે આવેલી રાજ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગી હતી. આથી પાર્કિગમાં પડેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે ફાયર ફાઈટર દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન અચાનક આગ ભભૂકી ઉઠતા રાજ રેસિડેન્સીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગના પગલે લોકોના ટોળેટોળાં એકઠાં થયા હતા અને આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો કરી આગને કાબૂમાં લીધી હતી. રાજ રેસિડેન્સીમાં D 1583 B 1 ફ્લેટ પાસે પાર્કિંગમાં અમીતભાઈ યુસુફભાઈ મહેતરની માલીકીના સામાનમાં આગ લાગી હતી. શોક સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.

3 દિવસ પહેલા રાજકોટ-ગોંડલ હાઇવે પર કિસાન પમ્પ પાસે ગેસની લાઇનમાં આગ લાગી હતી
ત્રણ દિવસ પહેલા રાજકોટના ગોંડલ હાઈવે પર આવેલા કિસાન પમ્પ પાસે ગેસની પાઈપલાઇનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગી હોવાની જાણ થતાં લોકોમાં દોડાદોડી થઇ હતી. મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતા. આગ લાગવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

(ભરત વ્યાસ, ભાવનગર)