કાર્યવાહી:અમદાવાદ કેમિકલ ફેક્ટરી આગ બાદ રાજકોટ ફાયર વિભાગ હરકતમાં આવ્યું, આજી GIDCમાં 3 કેમિકલ ફેક્ટરીને અને 15 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એક વર્ષ પહેલા આજી GIDC માં કમિકલની ફેક્ટરીમાં આગ લાગી હતી

અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીઓમાં આગ લાગ્યા બાદ રાજકોટ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટ ફાયર વિભાગે શહેરની અલગ અલગ ફેક્ટરીઅને હાઇરાઇઝ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન આજી GIDCમાં 3 કેમિકલ ફેક્ટરીને અને 15 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે.

શહેરના અલગ અલગ વિસ્તારમા ફાયર વિભાગે તપાસ હાથ ધરી
આજી GIDCમાં મોટાભાગની ફેક્ટરીઓ NOC વગર છે. જેથી રાજકોટ ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં તપાસ કરતા 15 જેટલા બિલ્ડિંગોમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે એક વર્ષ પહેલા આજી GIDC માં કમિકલની ફેક્ટરીમાં આગ લાગી હતી.

આજી GIDCમાં નવું ફાયર સ્ટેશન બનાવવા માંગ
રાજકોટ-આજી GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાને પત્ર લખવામાં આવ્યો છે. GIDC વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન સ્થાપવા માટે માગ કરવામાં આવી છે. આજી GIDC વિસ્તારમાં 550થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી રજુઆત કરવામાં આવી છે. અમદાવાદમાં બનેલી દુર્ઘટના આજી GIDC બનતા ટાળી શકાય તે માટે રજુઆત કરાઈ છે. આજી GIDC વિસ્તારથી 4 કિલોમીટર દૂર ફાયર સ્ટેશન હોવાથી નવું ફાયર સ્ટેશન ફાળવવામાં આવે તે માટે રજુઆત કરી છે. મહત્વનું છે કે રાજકોટના આજી વસાહત GIDCમાં કલર અને કેમિકલની ફેક્ટરીઓ આવેલી છે. જેમાં આગ લાગવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે.