• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Fire Broke Out In Gopal Namkin's Godown In Jasdan Due To Firecrackers, Godown Turned To Ashes, Fire Brigade Vehicle Reached The Spot

દુર્ઘટના:જસદણમાં ગોપાલ નમકીનના ગોડાઉનમાં ફટાકડાના કારણે આગ ભભૂકી, ગોડાઉન રાખમાં પરિવર્તિત થયું, ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી

રાજકોટએક મહિનો પહેલા
ગોપાલ નમકીનના ગોડાઉનમાં સાંજના સમયે ફટાકડાના કારણે આગ લાગી
  • આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યાં

રાજકોટ જિલ્લાના જસદણમાં દિવાળીના પર્વ પર દુર્ઘટના ઘટી છે. જ્યાં ગોપાલ નમકીનના ગોડાઉનમાં સાંજના સમયે ફટાકડાના કારણે આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લેવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા.આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યાં હતા અને આખું ગોડાઉન બળીને ખાખ થઇ ગયું હતું.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યાં
આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યાં
ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લેવા સઘન પ્રયત્નો હાથ ધર્યા
ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લેવા સઘન પ્રયત્નો હાથ ધર્યા

ટ્રાફિકથી ધમધમતા રોડમાં ભારે અફડા તફડી મચી ગઇ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણના વીરનગરમાં આવેલા ગોપાલ નમકીનના ગોડાઉનમાં દિવાળીની ઉજવણી દરમિયાન આસપાસ બેફામ ફટાકડા ફૂટતા અચાનક આગ લાગી હતી. અચાનક આગ લાગતા ગોડાઉનભડકે બ્લ્યુ હતું અને જોતજોતામાં લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડમાં ભારે અફડા તફડી મચી ગઇ હતી. અને ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે બીજા માળ સુધી પહોંચી ગઈ હતી પરંતુ આગ આજુબાજુની દુકાનમાં આગ ફેલાઈ તે પહેલાં ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી.

ઘટનાસ્થળે જસદણ પોલીસ પણ દોડી આવી હતી
ઘટનાસ્થળે જસદણ પોલીસ પણ દોડી આવી હતી

રોડને એક તરફથી બંધ કરવાની ફરજ પડી
આ ઘટનાને પગલે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા.ઘટના ઘટનાસ્થળે જસદણ પોલીસ પણ દોડી આવી હતી અને રોડ પરથી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જસદણ રોડ પરઘડીભર રોડ પર નાસભાગ મચી ગઇ હતી અને રોડને એક તરફથી બંધ કરવાની ફરજ પડી હતી,

(કરશન બામટા, આટકોટ)