તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીષણ આગ:શાપર-વેરાવળમાં બંગડીના કારખાનામાં વિકરાળ આગ, 10 કિમી દૂર ધૂમાડાના ગોટા જોવા મળ્યા, બે મકાનને મોટુ નુકસાન

રાજકોટએક મહિનો પહેલા
બંગડીના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી.
  • આગ લાગવા પાછળનું કારણ અકબંધ, કોઈ જાનહાનિ નહીં

રાજકોટના શાપર-વેરાવળમાં આવેલા બંગડીના કારખાનામાં વિકરાળ આગ લાગી છે. ભીષણ આગના કારણે ધૂમાડાના ગોટા 10 કિલોમીટર દૂર સુધી નજરે પડી રહ્યા છે. પોલીસ અને PGVCLની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે. તેમજ ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી ગઈ છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થતા પોલીસ દોડી આવી છે. પોલીસ લોકોના ટોળાને વિખેરી સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરી રહી છે. જોકે કારખાનામાં આવેલા બે મકાનને મોટું નુકસાન પહોંચ્યું છે.

સિલ્વર પોલીમર્સ નામની બંગડીની ફેક્ટરીમાં આગ લાગી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના શાપર વેરાવળમાં સિલ્વર પોલીમર્સ નામની બંગડીની ફેક્ટરીમાં આગ કોઇ કારણોસર આગ લાગી છે. આગની ઘટનાની જાણ થતાં શાપર-વેરાવળ પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ છે. ગોંડલ ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પોહચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 10 કિલોમીટર દૂર સુધી આગના ધૂમાડાના ગોટેગોટા દેખાય રહ્યાં છે.

વિકરાળ આગથી સ્ટાફમાં નાસભાગ મચી.
વિકરાળ આગથી સ્ટાફમાં નાસભાગ મચી.

આગનું કારણ અકબંધ
શાપર-વેરાવળામાં આવેલા બંગડીના કારખાનામાં ક્યાં કારણોસર આગ લાગી તે અંગે હજી સુધી જાણી શકાયું નથી. અચાનક જ આગ લાગતા કારખાનામાં કામ કરતા શ્રમિકો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. બાદમાં આગ વિસ્તરતા તમામ લોકો બહાર નીકળી ગયા હતા. હજી સુધી આગમાં કોઇ જાનહાનિ થઇ હોવાના સમાચાર મળ્યા નથી.

બંગડીનો સામાન બળીને ખાખ
બંગડીના કારખાનામાં આવેલા બે મકાનને મોટું નુકસાન પહોંચ્યું છે. આશરે 50 લાખ રૂપિયાનું નુકસાન થયાનું માલિકે નિવેદન આપ્યું છે. સદનસીબે એક પણ કારીગરને નુકસાન પહોંચ્યું નથી. જોકે પોલીમર્સનો સામાન બળીને ખાખ થઇ ગયો છે.

આગના ધૂમાડાના દૂર દૂર સુધી દેખાયા.
આગના ધૂમાડાના દૂર દૂર સુધી દેખાયા.

ગોંડલમાં તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી
ત્રણ મહિના પહેલા ગોંડલના તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. મગફળીની ગુણીઓમાં આગ પ્રસરી હતી. આથી ગુણીઓ ખસેડવા માટે જેસીબીની મદદ લેવાઇ હતી. કોથળામાં મગફળી ભરી હોવાથી આગ જોત જોતમાં આખા ગોડાઉનમાં પ્રસરી હતી. ત્રણ ફાયર ફાઇટર દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નહોતી.

આગને પગલે પોલીસ દોડી આવી.
આગને પગલે પોલીસ દોડી આવી.
પોલીસે લોકોને દૂર રહેલા અપીલ કરી.
પોલીસે લોકોને દૂર રહેલા અપીલ કરી.
અન્ય સમાચારો પણ છે...