તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ગોંડલમાં તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી, 3 ફાયર ફાઇટર દોડી ગયા

ગોંડલ2 મહિનો પહેલા
ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ.
  • ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયો

ગોંડલમાં આજે આગનો બીજો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે કોટન રોલના કારખાનામાં આગ લાગી હતી અને ફાયર બ્રિગેડે ગણતરીની કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં ઉમવાડા રોડ પર આવેલી તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. આથી ગોંડલથી 2 અને રાજકોટથી એક ફાયર ફાઇટર દોડી ગયું છે. ફાયર વિભાગ દ્વારા આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મગફળીની ગુણીઓને ખસેડવા માટે જેસીબીની મદદ લેવાઇ
તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગતા મગફળીની ગુણીઓમાં આગ પ્રસરી હતી. આથી ગુણીઓ ખસેડવા માટે જેસીબીની મદદ લેવાઇ છે. કોથળામાં મગફળી ભરી હોવાથી આગ જોત જોતમાં આખા ગોડાઉનમાં પ્રસરી હતી. આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ફાયર ફાઇટર દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે.

મગફળીની ગુણીઓ ખસેડવા જેસીબીની મદદ લેવાઇ.
મગફળીની ગુણીઓ ખસેડવા જેસીબીની મદદ લેવાઇ.

રાજકોટમાં સ્પેશિયલ બ્યૂરો ઓફિસના પરિસરમાં આગ લાગી
રાજકોટમાં સ્પેશિયલ બ્યુરો ઓફિસના પરિસરમાં આગ લાગતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પરિસરમાં સુકા ઘાસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઇટર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં પણ કોઇ જાનહાનિ થઇ નથી.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો