તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડમાં સંડોવાયેલી ગોકુલ હોસ્પિટલની મૂળ બિલ્ડિંગમાં પણ ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવાથી ફાયર વિભાગે નોટિસ આપી છે. આ ઉપરાંત ફાયર વિભાગના ચેકિંગમાં રાજકોટ મનપાનું નાનામવા રોડ સ્થિત આરોગ્ય કેન્દ્રમાં પણ પૂરતા ફાયરના સાધનો ન હોવાનું બહાર આવ્યું છે. ફાયર વિભાગે કુલ 34 હોસ્પિટલ, ક્લાસીસ અને એપાર્ટમેન્ટને ફાયર સેફ્ટીના સાધનો અંગે નોટિસ આપી છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના સંચાલક ડો.પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલની મૂળ બિલ્ડિંગ મનહર પ્લોટ વિદ્યાનગર મેઇન રોડ ખાતે ફાયરના પૂરતા સાધનો ન હોવાથી નોટિસ આપવામાં આવી છે.
આ ઉપરાંત ફાયર વિભાગે ડો.ભાવેશ દોશીની માઇલસ્ટોન હોસ્પિટલ, મેટ્રોપોલીસ હેલ્થ કેર મ્યુનિ. કમિશનરના બંગલા પાસે, મનપાના નાનામવા સર્કલ પાસેના અર્બન હેલ્થ સોસાયટી કેન્દ્ર, શિવમ હોસ્પિટલ મવડી રોડ, સંજીવની પેથોલોજી લેબોરેટરી, સેન્ચુરી હોસ્પિટલ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે, સાંઇનાથ હોસ્પિટલ મક્કમ ચોક, સંજીવની લેબોરેટરી, સહયોગ હોસ્પિટલ, ધ્રુવ હોસ્પિટલ, ડેડકિયા હોસ્પિટલ, બાવીસી હોસ્પિટલ, અર્હમ હોસ્પિટલ પંચવટી મેઇન રોડ, માઇલસ્ટોન મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, મંગલમ મેટરનિટી હોમ, ગદ્રે હોસ્પિટલ, પૃથ્વી ક્લાસીસ, ડી.એમ. ક્લાસીસ, કેશવ આર્કેડ, ભાલોડિયા હોસ્પિટલ, સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલ, રઘુવીર હોસ્પિટલ મવડી મેઇન રોડ, દિશા એકેડેમી મવડી, શ્રીહરિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ, ટેરાબાઇટ કમ્પ્યૂટર એકેડેમી, સૌરાષ્ટ્ર ઇન્ફોટેક ક્લાસીસ સહિતની સંસ્થાઓમાં ચેકિંગ કરી નોટિસ આપવામાં આવી છે. હાલ અગ્નિકાંડની ઘટના રાજકોટને હચમચાવી દીધી છે તે પ્રકારની ઘટનાઓ આગામી સમયમાં ન ઘટે તે માટે રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા તજવીજ હાથ ધરાઈ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.