તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજકોટમાં ટીપર વાનમાં બાયોમેડિકલ વેસ્ટ નાખતી કોવિડ હોસ્પિટલને રૂ.10 હજાર રૂપિયાનો દંડ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દંડની પહોંચ હોસ્પિટલને આપવામાં આવી. - Divya Bhaskar
દંડની પહોંચ હોસ્પિટલને આપવામાં આવી.
  • મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ દંડ ફટકાર્યો

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સધન કામગીરી થઇ રહી છે. શહેરમાં ગંદકી ફેલાવતા મનપા દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. જેના અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનની ટીમ દ્વારા ટીપર વાનમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવા બદલ વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી ક્રિષ્ના કોવિડ હોસ્પિટલને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

પર્યાવરણ ઈજનેર સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી
આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઈજનેર નીલેશ પરમારના માર્ગદર્શન હેઠળ નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, આસિસ્ટન્ટ પર્યાવરણ ઈજનેર ખેવના વકાણી, સેનિટેશન ઓફિસર કેતનભાઈ ગોંડલીયા, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર નીલેશભાઈ વાજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો