તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:વિરપુરના PSIને ભાજપ આગેવાન સામે બોલવું ભારે પડ્યું, જિલ્લા પોલીસ વડાએ જસદણ બદલી કરી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ (ફાઈલ તસવીર). - Divya Bhaskar
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ (ફાઈલ તસવીર).
  • PSI અને ભાજપ અગ્રણી વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી

વિરપુર પોલીસ સ્ટેશનના PSI આર.એ. ભોજાણીની થોડા દિવસ પહેલા ભાજપ અગ્રણી સાથેની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં તેઓ ભાજપ અગ્રણીને અપશબ્દો બોલી રહ્યાં હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા આજે તેઓની જસદણ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

માસ્ક મામલે ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી
ભાજપ નેતા PSI વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં કહે છે કે, મારો ભાઈ છે એણે માસ્ક નહોંતું પહેર્યું, તો સામે PSI પણ કહે છે તમારો ભાઈ છે તો જવા દઈએ! આમ માસ્ક નહીં પહેર્યું એટલે જવા દો કહી પોલીસ અને ભાજપ નેતા બંને કોવિડ ગાઈડના નિયમોને તોડનાર શખસને નજર અંદાજ કરે છે તેવા વિવાદને લઈ ASPને તપાસ સોંપવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો
કોરોના કાળમાં માસ્ક ન પહેરના તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનાર પાસેથી પોલીસે પ્રજા પાસેથી જંગી દંડ વસુલ્યો છે. પરતું ગુજરાતમાં પોલીસ કેમ નેતાઓને કે તેમના સગાસંબંધિઓને નિયમોનું પાલન નથી કરાવી શકતી તેનું એક ઉદાહરણ સામે આવ્યું હતું. વિરપુરમાં એક કથિત ઓડિયો વાઈરલ થયો હતો. જેમાં પોલીસ અને ભાજપ નેતા વચ્ચે ચર્ચા થઈ હતી.

(દિપક મોરબીયા, વિરપુર)