રજિસ્ટ્રારને રજૂઆત:સૌરાષ્ટ્ર યુનિ.માં કાલે ફાયનાન્સ કમિટીની બેઠક, AAPની યુવા પાંખની બિન જરૂરી ખર્ચ મંજૂર ન કરવા માગ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. - Divya Bhaskar
રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે ફાયનાન્સ કમિટીની બેઠક મળવાની છે. જેમાં જુદા જુદા ભવનો અને વિભાગોમાંથી આવેલી દરખાસ્ત અંગે ચર્ચા કર્યા બાદ ક્યા ખર્ચા મંજૂર કરવા, શેમાં ખર્ચ ઘટાડવો તેની કમિટીના સભ્યો ચર્ચા કર્યા બાદ નિર્ણય કરશે. જો કે, આ પહેલા આજે આમ આદમી પાર્ટીની યુવા પાંખ એટલે કે CYSS દ્વારા આ અંગે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે બિન જરૂરી ખર્ચ મંજૂર ન કરવા માટે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

મુખ્ય ચાર મુદ્દા પર રજૂઆત કરવામાં આવી
રાજકોટ શહેર CYSSના પ્રમુખ સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, આવતીકાલે મળનારી ફાયનાન્સ કમિટીની બેઠકમાં જુદા જુદા ભવનોના ખર્ચ અંગે ચર્ચા થવાની છે. જેમાં કેટલાક ખર્ચ બિન જરૂરી અને વિદ્યાર્થીઓને કોઈ ફાયદો ન થાય તેવા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. જે માટે આજે મુદ્દા સાથે રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી બિન જરૂરી ખર્ચ મંજૂર ન કરવા માગ કરી રહ્યા છીએ. મુખ્ય ચાર મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બિન જરૂરી ખર્ચ થતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આપની યુવા પાંખે યુનિવર્સિટીના કેમ્પસમાં સુત્રોચ્ચાર કર્યા.
આપની યુવા પાંખે યુનિવર્સિટીના કેમ્પસમાં સુત્રોચ્ચાર કર્યા.

કાલની બેઠકમાં આટલા ખર્ચ માટે દરખાસ્ત મૂકાઈ
આવતીકાલની બેઠકમાં મુખ્યત્વે એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ માટે 31.86 લાખ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રિસર્ચ ફોર રિસર્જન ફાઉન્ડેશન માટે 7 લાખ, આંકડાશાસ્ત્ર ભવનમાં બે દિવસની નેશનલ કોન્ફરન્સ માટે 7 લાખ, પત્રકારત્વ ભવનના 50 વર્ષની ઉજવણી અંતર્ગત 5 કાર્યક્રમ માટે 6.32 લાખ, SC-ST વિભાગના 15 સપ્ટેમ્બર સુધી કાર્યક્રમ માટે 2.50 લાખ, પરીક્ષા વિભાગના સોફ્ટવેર માટે 1.96 લાખ, આંતર કોલેજ સ્પર્ધાના સંચાલન માટે 1.88 લાખની દરખાસ્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...