રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્મને સમર્પિત અને પ્રતિબદ્ધ એવા સ્વયંસેવક મનસુખભાઈ છાપીયા જે છાપીયાજી તરીકે સુપ્રસિદ્ધ હતા. 1943-44ની સાલથી અનેક ઝંઝાવાતો, કસોટીઓ અને અડચણો વચ્ચે તેમનું સ્વંસેવકત્વ ડગ્યું નથી તેવા નીડર, અડગ, પાયાના પથ્થર સમાન છાપીયાજીએ આખરી 24 કલાકથી માનસિક રીતે સંપૂર્ણ અનાસક્ત ભાવ કેળવી અને મંગલમય મૃત્યુને પામ્યા છે.
જીવનભર સાઇકલ ચલાવતા અને સાદા વસ્ત્રો પસંદ કરતા છાપીયાજી મોદી સહિત, ચીમનભાઈ શુક્લ, વજુભાઇ વાળા, વિષ્ણુભાઈ પંડ્યા સહિતના પ્રિય હતા. ચીમનભાઈ શુક્લ જયારે ધારાસભ્ય બન્યા ત્યારે પ્રવાસથી લઇ કાર્યક્રમમાં તેઓ મદદનીશ બન્યા હતા. ગોવા સત્યાગ્રહ, દીવ સત્યાગ્રહ, કચ્છ સત્યાગ્રહ જેવા અનેક સત્યાગ્રહો - આંદોલનોમાં ભાગ લેનારા છાપીયાજીએ ક્યારેય સત્તા, શાસન કે પદની ખેવના રાખી ન હતી. ક્રાંતિકારીઓના જીવનવૃતાંત, વીરકથાઓ, હિન્દુશાસ્ત્રોના એક ઉત્કૃષ્ટ અભ્યાસુ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.