તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સગપણના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે મારામારી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૈયા રોડ, શિવપરામાં રાત્રે બનેલો બનાવ
  • ચારને ઇજા, સામસામે ફરિયાદ નોંધાવી

શહેરના રૈયા રોડ પર આવેલા શિવપરામાં સગપણના મુદ્દે બે પરિવાર વચ્ચે મનદુ:ખને કારણે સશસ્ત્ર મારામારી સર્જાઇ હતી. શિવપરા-2માં રહેતા નસીમબેન યાકુબભાઇ મારફાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સૌથી નાના પુત્ર ફયાઝના સગપણ માટે એરપોર્ટ રોડ, પત્રકાર સોસાયટીમાં રહેતા જસ્મીનબેન મામટીની દીકરી સાથે વાત કરવા ગયા હતા, પરંતુ પુત્રીની સગાઇ થઇ ગઇ હોવાની જસ્મીનબેને વાત કરતા બધા પરત ઘરે આવી ગયા હતા. દરમિયાન પુત્ર ફયાઝે જસ્મીનબેનને ફોન કરી ગાળો ભાંડી હતી.

ત્યાર બાદ ગત રાત્રીના પરિવારજનો સાથે ઘરે હતા. ત્યારે જસ્મીનબેન, સોયબ મામટી, નિશાંત ઠેબા, મોઇન માકડ સહિતનાઓ ઘર પાસે આવી જોરજોરથી ગાળો બોલતા હોય ગાળો બોલવાની ના પાડી હતી. ત્યારે પુત્ર ફયાઝ સહિતનાઓ ઘર બહાર આવતા ઝઘડો થયો હતો. મામલો વધુ બિચકતા સોયેબે તેની પાસે રહેલી છરીથી હુમલો કરી પોતાને તેમજ પુત્રને ઇજા પહોંચાડી ધમકી આપી હતી. સામા પક્ષે પત્રકાર સોસાયટીમાં રહેતા સોયબ યુનુસભાઇ મામટીએ નોંધાવેલી ફરિયાદમાં, તે અને મિત્ર મોઇન શિવપરામાં હતા. ત્યારે ફયાઝને ફોન કરવાના મુદ્દે ઠપકો દેતા તે ઉશ્કેરાય ગયો હતો.

આ સમયે ફયાઝ તેની માતા નસીમબેન, પુત્ર ઇરફાન, ફૈઝાન અને નવાઝ સહિતનાઓ તલવાર, છરી સાથે ધસી આવી હુમલો કરી પોતાને અને મિત્રને ઇજા પહોંચાડી હતી. બાદમાં નવાઝે પાછળથી આવી કાચની બોટલ માથામાં મારી ઇજા કરી હતી. રાત્રીના સમયે જાહેરમાં સશસ્ત્ર મારામારીનો બનાવ બનતા નાસભાગ મચી ગઇ હતી. બાદમાં પીએસઆઇ ટી.ડી.બુડાસણાએ બંને પક્ષની સામસામી નવ શખ્સ સામે ફરિયાદ નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...