કાલાવડ રોડ, લક્ષ્મીના ઢોરે મફતિયાપરામાં ગાડી પાર્ક કરવાના મુદ્દે મનોજ લાલજીભાઇ પરમાર તેમજ તેના પરિવાર પર અશોક મારૂ, જગદીશ રાઠોડ, રંજન રાઠોડ, પુષ્પા મારૂએ પાઇપથી હુમલો કરી બધાને ઇજા પહોંચાડ્યાની, જ્યારે સામા પક્ષે પુષ્પાબેન અશોકભાઇ મારૂએ મનોજ પરમાર, સુનિલ રાઠોડ, જિગ્નેશ રાઠોડ, દિનેશ રાઠોડ, વિનુ મારૂ, સાવન પરમાર, ભાવના મારૂ સહિતનાઓએ સળિયાથી હુમલો કરી પતિ અશોકને માથામાં ગંભીર ઇજા પહોંચાડ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.
યુનિવર્સિટી પોલીસે સામસામે ગુનો નોંધ્યો છે. બીજો બનાવ મવડી વિસ્તારના રામધણ પાસે વાળ વીણવાના મુદ્દે બન્યો હતો. જે અંગે જીકુભાઇ ધગાભાઇ વાઘેલા નામના વૃદ્ધે સોયેલ, શામજી અને રમાભાઇ સામે ધોકાથી હુમલો કરી પોતાને તેમજ બંને દીકરાઓને માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે શામજીભાઇ સગરામભાઇ પરમાર નામના યુવાને તુલસી, જીકુ વાઘેલા, ગોવિંદ વાઘેલા સામે ધોકાથી હુમલો કરી તેમજ પથ્થરના ઘા ઝીંકી માથામાં ગંભીર ઇજા પહોંચાડ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં ગાળો દેવાના મુદ્દે જાદુગર, તેની પ્રેમિકા પર હુમલો
સોખડા ગામે રહેતા જાદુગર અફઝલ કારા સીડાએ તેના પર અને પ્રેમિકા પર ઓસમાણ ઉર્ફે મુન્નોએ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, શનિવારે સાંજે પ્રેમિકા વૈશાલી સાથે બાલભવનના ગેટ પાસે બેઠા હતા ત્યારે સોશિયલ મીડિયાનો મિત્ર ઓસમાણ ઉર્ફે મુન્નો તેમજ તેની સાથે તેના મિત્રો આવી તું કેમ મને સોશિયલ મીડિયામાં ગાળો દેતો હતો કહી કાઠલો પકડી ત્રણ-ચાર તમાચા ઝીંકી દીધા હતા.
પ્રેમિકા વૈશાલી પોતાને બચાવવા વચ્ચે પડતા તેને માર મારી ધક્કો મારી પછાડી દીધી હતી. બાદમાં ઓસમાણે તેની પાસે રહેલી છરી બતાવી આજ તો તને પતાવી જ દેવો છે. ધમકી દેતા પોતે પ્રેમિકા સાથે ત્યાંથી ભાગી રોડ પર આવ્યા હતા. અને પોલીસને ફોન કરી દેતા ઓસમાણ તેના મિત્રો સાથે ભાગી ગયો હતો. બાદમાં તેને પ્રેમિકાના મોબાઇલમાં ફોન કરી ભાગીને તું ક્યાં જઇશ, તને ગમે ત્યાંથી ગોતી લઇશુંની ધમકી આપતા પોતે પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.