તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Fights Between Mother in law, Husband wife, Brother in law Decreased, First 30 Cases Came To The Conciliation Commission, Now 10 Come

કોરોનાની સારી અસર:સાસુ-વહુ, પતિ-પત્ની, ભાઈ-ભાઈ વચ્ચેના ઝઘડા ઘટ્યા, સમાધાન પંચમાં પહેલા 30 કેસ આવતા, હવે 10 આવે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની બીજી લહેરની પોઝિટિવ અસર ઘર- પરિવારમાં જોવા મળી છે. જેને કારણે બીજી લહેરમાં પરિવારના સભ્યો વચ્ચે રહેલા સામાજિક-વૈચારિક મતભેદો દૂર થયા અને પરિવારના સભ્યો વચ્ચે રહેલું અંતર ઘટ્યું છે. પરિવારના કોરોનાગ્રસ્ત સભ્યને બચાવવા માટે સ્વજન હોસ્પિટલની સારવારથી લઇને તેના માટે ઓક્સિજન સિલિન્ડર શોધવા માટે અડધી રાત્રે પણ એક થી વધુ જગ્યાએ ધક્કા ખાધા, ઈન્જેક્શન, દવા લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા, તો કેટલાક પરિવારમાં એક કરતા વધુ સભ્યોની અણધારી વિદાય થઈ. આમ, દરેક લોકોને પરિવારની કિંમત અને તાકાત તેની મહત્ત્વત્તા સમજાઇ. જેને કારણે જે પહેલા ઘર- પરિવારમાં નાના-મોટા ઝઘડા થતા હતા. તે હવે ઘટી ગયા છે.

વિવિધ સામાજિક સંસ્થા દ્વારા ચાલતા સમાધાન પંચમાં દર મહિને 30 કેસ આવતા હતા, પરંતુ કોરોના બાદ હવે આ કેસ ઘટીને 10 થી 15 થયા છે. તેમ માનવ પાટીદાર સમાજ દ્વારા ચાલતા સમાધાન પંચના એડવોકેટ ગીતાબેન પટેલ જણાવે છે. લોકોની માન્યતા પણ બદલાઈ છે. કોરોનાની પહેલી લહેર હતી ત્યારે સમાધાન પંચમાં કેસની સંખ્યા વધી ગઇ હતી. કેટલાક કિસ્સામાં તો ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવું પડે તેવી નોબત ઊભી થઇ હતી. હાલ અત્યારે જે કેસ ઘટી ગયા છે તેને કારણે પરિવારની નવી પેઢી પર પણ સારી અસર આવશે.

લોકો એડજસ્ટ કરતા શીખી ગયા છે
સરદાર સમાધાન પંચના અધ્યક્ષ શર્મિલાબેન બાંભણિયાએ કહ્યું- સમાધાન પંચમાં સૌથી વધુ પતિ- પત્નીના કેસ આવતા હતા. પતિ-પત્ની નાની નાની વાતમાં એડજસ્ટ કરવા તૈયાર થતા નહોતા. જ્યારે બીજી લહેરમાં એક તો આવક બંધ થઈ અનેકની નોકરી ચાલી ગઇ. જેને કારણે આર્થિક ખેંચનો સામનો કરવો પડ્યો. આવી પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ હતી તેમાં તેઓ એડજસ્ટ કરતા થઈ ગયા.આમ, લોકોમાં સહનશક્તિ વધી ગઇ. સહનશક્તિ વધી જતા નાની- નાની બાબતમાં થતા ઝઘડા બંધ થઇ ગયા.

ઘરેલુ હિંસાના કેસ બીજા લોકડાઉનમાં ઘટી ગયા
પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર-181 તુષારભાઈ પટેલે કહ્યું- જ્યારે પ્રથમ લોકડાઉન હતું ત્યારે ઘરેલુ હિંસાના 25 થી 40 ટકા કેસ આવતા હતા. બીજા ક્રમે પાડોશી વચ્ચે થતા ઝઘડા માટેના ફોન આવતા હતા. એ સિવાય ઘરેથી નીકળી ગયા, રિલેશનશિપની ફરિયાદ માટેના ફોન આવતા હતા.જ્યારે બીજી લહેર બાદ ઘરેલુ હિંસાના કેસ ઘટી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...