તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાહનના પંક્ચર મુદ્દે ગ્રાહક દુકાનમાલિક વચ્ચે મારામારી

રાજકોટ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પંક્ચરમાં થોડું મોડું થવાનું કહેતા શખ્સ ઉશ્કેરાયો

શહેરમાં સામાન્ય બાબતે સર્જાતા મારામારીના વધુ એક બનાવમાં વાહનમાં પંક્ચર કરાવવા જેવા સામાન્ય મુદ્દે દુકાનમાલિક અને ગ્રાહક વચ્ચે બોલાચાલી થયા બાદ આમને સામને આવી જતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મારામારીના બનાવમાં બંને જૂથના પાંચ વ્યક્તિને ઇજા થઇ છે. અન્ય એક બનાવમાં અસામાજિક તત્ત્વ યુવાનને ધમકી આપી બળજબરીથી ઓટો રિક્ષા લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર રેલનગરમાં રહેતા અને રૈયાનાકા ટાવર પાસે વાહનોના પંક્ચરની દુકાન ધરાવતા સુભાષભાઇ મુળજીભાઇ કારિયા નામના વૃદ્ધ તેના ભાઇ જિતેન્દ્રભાઇ અને ભત્રીજો ભૂમિત સાથે દુકાને હતા.

ત્યારે એક શખ્સ ટુ વ્હિલરમાં પંક્ચર કરાવવા માટે આવ્યો હતો. જેથી તે શખ્સને ભાઇએ થોડી વાર લાગશે તેમ કહેતા તે ઉશ્કેરાય ગયો હતો. અને ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં તે શખ્સે તેના પિતાને ફોન કરી બોલાવતા પિતા-પુત્ર મારામારી પર ઉતરી આવ્યા હતા. જેને કારણે પોતાને નાકમાં ઇજા થઇ હતી. જ્યારે ભાઇ જિતેન્દ્રને બંને હાથમાં તેમજ ભત્રીજાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યારે સામા પક્ષે જ્યુબિલી ચોક, ગલાવાળી શેરીમાં રહેતા કમલેશભાઇ ચંદુભાઇ મુલતાણી અને તેનો પુત્ર રિપલ પણ ઉપરોક્ત લોકોએ છરી, પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ સાથે સારવાર માટે હોસ્પિટલ દાખલ થયા હતા. રાજકોટ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી સામે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો