સમસ્યા:ફ્રીઝ રિપેરિંગના પૈસા મુદ્દે મારામારી, સામસામી ફરિયાદ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ગોંડલ રોડ પર આવેલા મંગલમ એપાર્ટમેન્ટમાં ફ્રીઝ રિપેરિંગના પૈસાના મુદે મારામારીનો બનાવ બન્યો છે. બંને પક્ષે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગોંડલ રોડ, ગુણાતિતનગરમાં રહેતા સંજયભાઇ બાબુભાઇ ચેખલિયા નામના આધેડની ફરિયાદ મુજબ, તેઓ રેફ્રિજરેટર રિપેરિંગનું કામકાજ કરે છે. બે મહિના પહેલા ગોંડલ રોડ પર મંગલમ એપાર્ટમેન્ટમાં રહેતા તેજસ કિરીટભાઇ મહેતાએ તેનું ફ્રિઝ રિપેરિંગ માટે આપ્યું હતુ. જે કામ પેટેના રૂ.1250 થયા હતા. દરમિયાન તેજસ મહેતાને નવું ફ્રિઝ લેવું હોય જૂના ફ્રિઝમાં કરેલા ખર્ચની રકમ પરત માંગી હતી. જે મુદ્દે તેના ઘરે વાત કરવા જતા તેજસ, તેનો ભાઇ અને તેના માતા-પિતાએ માર માર્યો હતો. જેને કારણે મારામારીમાં પોતાના ખિસ્સામાં રહેલા 1530 રૂપિયા પડી ગયા હતા. બાદમાં તેજસે છરી બતાવી ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે તેજસે સંજયભાઇ ચેખલીયા સામે ડિસમીસથી હુમલો કરી ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...