Corona upadate LIVE Rajkot / 11 શંકાસ્પદ કેસમાંથી 3 કેસ પોઝિટિવ આવ્યાં, કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 8 પર પહોંચ્યો

કોરોનાના દર્દીની સારવાર કરી રહેલી નર્સ - ફાઇલ તસવીર
કોરોનાના દર્દીની સારવાર કરી રહેલી નર્સ - ફાઇલ તસવીર
રાજકોટ સિવિલ હોસ્પિટલની ફાઇલ તસવીર
રાજકોટ સિવિલ હોસ્પિટલની ફાઇલ તસવીર
રાજકોટ પોલીસ કમિશનરે પોતાની ઓફિસથી સોશિયલ ડિસ્ટન્સની શરૂઆત કરાવી
રાજકોટ પોલીસ કમિશનરે પોતાની ઓફિસથી સોશિયલ ડિસ્ટન્સની શરૂઆત કરાવી
રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને વિવિધ એસોસિયેટ સાથે બેઠક યોજી હતી
લોકોએ ડેલી બહાર જાગૃતિના બોર્ડ લગાવ્યા
લોકોએ ડેલી બહાર જાગૃતિના બોર્ડ લગાવ્યા
વોર્ડ નં.1માં સોસાયટીઓમાં દવાનો છંટકાવ કર્યો
વોર્ડ નં.1માં સોસાયટીઓમાં દવાનો છંટકાવ કર્યો
X
કોરોનાના દર્દીની સારવાર કરી રહેલી નર્સ - ફાઇલ તસવીરકોરોનાના દર્દીની સારવાર કરી રહેલી નર્સ - ફાઇલ તસવીર
રાજકોટ સિવિલ હોસ્પિટલની ફાઇલ તસવીરરાજકોટ સિવિલ હોસ્પિટલની ફાઇલ તસવીર
રાજકોટ પોલીસ કમિશનરે પોતાની ઓફિસથી સોશિયલ ડિસ્ટન્સની શરૂઆત કરાવીરાજકોટ પોલીસ કમિશનરે પોતાની ઓફિસથી સોશિયલ ડિસ્ટન્સની શરૂઆત કરાવી
લોકોએ ડેલી બહાર જાગૃતિના બોર્ડ લગાવ્યાલોકોએ ડેલી બહાર જાગૃતિના બોર્ડ લગાવ્યા
વોર્ડ નં.1માં સોસાયટીઓમાં દવાનો છંટકાવ કર્યોવોર્ડ નં.1માં સોસાયટીઓમાં દવાનો છંટકાવ કર્યો

  • આરોગ્ય કમિશનર જયંતિ રવિએ 3 કેસ પોઝિટિવ હોવાની પુષ્ટી કરી
  • 2 પુરુષ અને 1 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • રાજકોટમાં કોરોના પરીક્ષણ માટે કલેક્ટરે રસ દાખવ્યો હતો, 3.50 લાખના ભંડોળ વ્યવસ્થા કરી
  • પ્રથમ સેમ્પલ દિલ્હીથી મંગાવીને રિપોર્ટ મોકલાતા યોગ્ય પરીક્ષણ થયાનું પરિણામ આવ્યું છે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 09:30 PM IST

રાજકોટ: શહેરમાં વધુ 3 કોરોના વાઇરસના કેસ પોઝિટિવ આવ્યાં છે. દુબઇથી આવેલા એક કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા બે પુરૂષ અને એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય કમિશનર જયંતિ રવિએ તેની પુષ્ટી કરી છે. ત્યારે હવે શહેરમાં કુલ 8 કેસ પોઝિટિવ થયા છે. ઉલ્લેખનીય છે કે, 11 દર્દીઓના સેમ્પલમાંથી 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાં 37 અને 39 વર્ષીય પુરુષ તથા 33 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તંત્રએ આ તમામને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે તેમના પરિવારને અને અન્ય લોકોને ક્વોરેન્ટાઇન હેઠળ મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઘંટેશ્વર SRP કેમ્પ લોકડાઉન કર્યો
શહેરમાં આવેલો ઘંટેશ્વર એસઆરપી કેમ્પને લોકડાઉન કરવામાં આવ્યો છે. એસઆરપી જવાનો અને તેમના પરિવારજનોની સુરક્ષાને ધ્યાને રાખી એસઆરપી કમાન્ડરે મોટો નિર્ણય લીધો છે. જેમાં લોકોને મોર્નિંગ વોક માટે પણ મનાઇ ફરમાવવામાં આવી છે.

શહેરમાં કોરોનાનો ટેસ્ટ શરૂ થશે

કોરોના વાઇરસના પરીક્ષણ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની માઇક્રો બાયોલોજીની વાયરોલોજી લેબોરેટરીને મંજૂરીપત્ર મળ્યું છે. કોરોના પરીક્ષણ માટે બાયો સેફ્ટી કેબિનેટ મશીન વિકસાવવામાં આવ્યું છે. પ્રથમ સેમ્પલ દિલ્હીથી મંગાવી રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. યોગ્ય પરીક્ષણ થતા ચકાચણી માટેનું મંજૂરીપત્ર આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને રસ દાખવતા સફળતા મળી છે. 3.50 લાખની ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંક સમયમાં લેબોરેટરી શરૂ કરવામાં આવશે.
પોલીસ કમિશનરે પોતાની ઓફિસમાં સોશિયલ ડિસ્ટેન્સની શરૂઆત કરી

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોતાની ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સની શરૂઆત કરી છે. પોતાની ઓફિસમાં ત્રણ-ત્રણ ફૂટના અંતરે ખુરશીઓ ગોઠવવામાં આવી છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ લોકોને મેન્ટન કરવા અપીલ કરી છે. તેમજ પોલીસ સ્ટેશન વાઇઝ લોકડાઉનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો જઇ શકશે નહીં. હાલ લોકો બહાના બતાવી વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં જઇ રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી માંડી દવા પણ ઘરે પહોંચતી કરવાની કામગીરી આવી રહી છે. લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે.
ફૂડ પ્રોસેસિંગ યુનિટો નિયમનું પાલન ફરી કરાવવામાં આવશે: કલેક્ટર

લોકડાઉનમાં લોકો સુધી ભોજન પહોંચડવા માટે કલેક્ટર રેમ્યા મોહને અગત્યનો નિર્ણય લીધો છે. ફૂડ પ્રોસેસિંગ યુનિટો નિયમનું પાલન ફરી કરાવવામાં આવશે.  આ અંગે કલેક્ટરે ઉદ્યોગકારો સાથએ બેઠક કરી હતી. જેમાં નમકીનના ઓટોમેટીક પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.  બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજ એક પણ મજૂરને બહાર જવા દેવામાં નહીં આવે. હાલ માધાપર સર્કલ, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી પર મજૂરોને પોલીસે અટકાવી તેમના સ્થાને પરત કરી રહી છે. જો કોઇ બિલ્ડર કે ફેક્ટરી માલિક મજૂરોને તેમના વતન જવા મજબૂર કરશે તો તેમના વિરૂદ્ધ પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે. કારખાનાના માલિકો અને બિલ્ડરોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે.

કલેક્ટરની વિવિધ એસોસિયેટ સાથે બેઠક મળી

કલેક્ટર રેમ્યા મોહને વિવિધ એસોસિયેટ સાથે બેઠક કરી હતી. જેમાં શાપર-વેરાવળ, મેટોડા, બિલ્ડર, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો પોતાના વતન જતા હોવાથી બેઠક યોજી હતી. શ્રમિકોને પોતાના વતન ન જવા દેવા અને તેની વ્યવસ્થા કરી આપવા બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. અલગ અલગ એસોસિએશન દ્વારા તમામ શ્રમિકોને વ્યવસ્થા કરી આપવાની કલેક્ટરે ખાતરી દાખવી હતી.
ભાવનગરમાં વૃદ્ધના સંપર્કમાં આવેલા 14 પોલીસ જવાનોને હોમ ક્વોરોન્ટાઇન કરાયા

ભાવનગરમાં ગઇકાલે કોરોનાના કારણે  વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ વૃદ્ધના સંપર્કમાં એક ASI આવ્યો હતો બાદમાં  3 મોહિલા પોલીસ સહિત 14 પોલીસ જવાનો તેના સંપર્કમાં આવ્યા હતા. આથી હાલ ભાવનગ પોલીસે તમામને હોમ ક્વોરોન્ટાઇન કર્યા છે. કોરોના સામે લોક ડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે વહિવટી તંત્ર એલર્ટ છે. ત્યારે હવે વિવિધ સોસયટીઓ પણ જાગૃત થઇ છે. રાજકોટના નાનામવા વિસ્તારમાં આવેલી વિરલ કો ઓપરેટીવ સોસાયટીના રહીશો દ્રારા સ્વયં સોસાયટીને લોકડાઉન કરી છે. જેમાં 85 જેટલા મકાન આવેલા છે. એ સિવાય શહેરમાં આવેલા પુનિત નગર, ગુલમહોર રેસીડન્સી સહિતના અમુક વિસ્તારમાં બહારની કોઇ પણ વ્યક્તિએ અંદર નહીં પ્રવેશવા અને કોઇ પણ વ્યક્તિએ બહાર જવા પક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પગલું આવકાર્ય છે અને બીજી સોસાયટીના લોકો પણ આમાંથી પ્રેરણા લે તે જરૂરી છે. ઘરમાં રહો તે જ દવાના સ્ટીકર ડેલી પર લગાવ્યા છે.

રાજકોટ સ્વામિનારાયણ સંસ્થાએ 11 ટન અનાજનું વિતરણ કર્યું

સરકાર દ્વારા  સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ત્યારે દિવસે અને દિવસે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓના ફાંફા પડી રહ્યા છે. ત્યારે હવે ધીમે ધીમે વાભાવી સંસ્થાઓ પણ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા 11 ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા એક પરિવાર દીઠ 10.5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં પાંચ કિલો ઘઉંનો લોટ, અઢી કિલો ચોખા , એક કિલો તુવેરદાળ, એક કિલો મગ, 1 કિલો મીઠું આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ 42 લાખનું ફંડ આપ્યું

કોરોના સામેની લડાઇ જીતવા માટે બિઝનેસમેનો, ધાર્મિક સંસ્થાઓ દાન કરી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ 42 લાખનું ફંડ આપ્યું છે. જેમાં  21 લાખ પ્રધાનમંત્રી રાહત ફંડ અને 21 લાખ મુખ્યમંત્રઈ રાહત ફંડમાં આપ્યા છે.રાજકોટ મનપાએ વપરાયેલા માસ્ક, હેન્ડ ગ્લોઝ અને ટીસ્યુ જાહેરમાં નહીં ફેંકવા અપીલ કરી છે. મેડિકલ વેસ્ટ ટીપરવાનને અલગથી આપવા તેવું જણાવ્યું છે. મેડિકલ વેસ્ટ જાહેરમાં ન ફેંકવા અપીલ કરવામાં આવી છે.

શહેરમાં વોર્ડ વાઇઝ દવાનો છંટકાવ

શહેરમાં વોર્ડ વાઇઝ તમામ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં ફાયર ફાઇટર દ્વારા દવાનો છંટકાવ શરૂ કર્યો છે.  આજે વોર્ડ નં.1માં ભાજપના કોર્પોરેટર આશિષ વાગડિયા અને ગુર્ગાબા જાડેજાની હાજરીમાં સોસાયટીઓમાં સેનિટાઇઝર અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ જનતાની સેવામાં 24 કલાક હાજર રહેશે તેવું જણાવ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી