તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપવાસ આંદોલન:રાજકોટમાં રેશ્મા પટેલનો ઉપવાસ આંદોલનનો પાંચમો દિવસ, બ્લડના રિપોર્ટમાં સુધારો ન આવાતા HCGમાંથી લેન્ડ માર્ક હોસ્પિટલમાં ખસેડાઈ

રાજકોટ2 મહિનો પહેલા
રેશ્મા પટેલની તબિયત વધુ લથડી.
  • NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી પણ રેશ્મા પટેલના ખબરઅંતર પૂછવા રાજકોટ આવ્યા

રાજકોટમાં NCPના કાર્યાલય ખાતે છેલ્લા 5 દિવસથી આંદોલનમાં બેઠેલી રેશ્મા પટેલની આજે તબિયત વધુ લથડતાં 108ની ટીમ NCP કાર્યાલય પહોંચી સારવાર હાથ ધરી હતી. ઓક્સિજન લેવલ, સુગર સહિતના પ્રશ્નો ઊભા થતાં રેશ્મા પટેલને HCG ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી પણ રાજકોટ દોડી આવ્યા છે અને રેશ્મા પટેલની તબિયત સારી થાય તેવી પ્રાર્થના કરી હતી. જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે સરકાર લોખંડી છે અને કાટ ચડેલી પણ છે. HCG હોસ્પિટલમાં બ્લડ અને સુગરના રિપોર્ટમાં સુધારો ન આવતા લેન્ડ માર્ક હોસ્પિટલમાં રેશ્મા પટેલને ખસેડવામાં આવી છે.

સુગર અને બ્લડના રિપોર્ટમાં સુધારો નહીં
રેશ્મા પટેલની તબિયતમાં સુધારો ન આવતા તેને લેન્ડ માર્ક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સુગર અને બ્લડ રિપોર્ટમાં કોઇ સુધારો આવ્યો નતી. હાલ નોન કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રેશ્માના કોરોના રિપોર્ટ માટે પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જો કોરોના રિપોર્ટમાં કંઇ આવશે તો તે રીતે સારવાર આપવામાં આવશે. હાલ રેશ્મા પટેલની ખબર પૂછવા જયંત બોસ્કી પણ રાજકોટ રોકાયા છે.

ગઇકાલે થાળી-વેલણ વગાડી વિરોધ કરાયો હતો
ગઇકાલે તબિયત ખરાબ હોવા છતાં પણ રેશ્મા પટેલ અને કાર્યકરોએ થાળી-વેલણ વગાડી રૂપાણી સરકારનો વિરોધ કર્યો હતો. રેશ્મા પટેલે આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે મને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે. જો અમારી માગણી નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને દરરોજ આમ જ રસ્તા પર બેસી વિરોધ કરીશું. જે અમને રોકશે એ અમારા ઝપટે ચડી જશે. સરકારની તાનાશાહી ચાલે છે. જ્યાં સુધી કોરોનાના દર્દીઓના લાભાર્થે સરકાર લખી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ શરૂ રાખવામાં આવશે.

108ની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી હતી.
108ની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી હતી.

કોવિડના દર્દીઓની હાલાકી બંધ થાય-રેશ્મા પટેલ
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે ખાસ કરીને કોરોના દર્દીઓની હાલાકી બંધ થાય, જે શહેર લેવલની હોય કે પછી ગામડા લેવલની, આથી ગામડે ગામડે કોવિડ સેન્ટર ઊભું કરી દ્યો. અમને જવાબદાર અધિકારીઓના નંબર જાહેર કરી દેવામાં આવે, જેનાથી આપણું ગુજરાત કોરોનામુક્ત થઇ શકે. આ પત્ર મેં મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો હતો, પરંતુ હજી સુધી કોઇ જવાબ આવ્યો નથી. જવાબ ન મળતાં મેં આમરણાંત ઉપવાસ શરૂ રાખીશ.

કાળાં વસ્ત્રો ધારણ કરી ઉપવાસ આંદોલન શરૂ કર્યું.
કાળાં વસ્ત્રો ધારણ કરી ઉપવાસ આંદોલન શરૂ કર્યું.

હવે તો વેક્સિનનાં કાળાં બજાર થાય છે
કાળાં વસ્ત્રો ધારણ કરવાના કારણ અંગે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે વિજય રૂપાણીની ભાજપ સરકાર માત્ર ને માત્ર વાતો અને તાયફાઓ કરે છે. ધમણની વાતો કરી તો ક્યાં ગયા ધમણ. એક કરોડ દવા સંગ્રહી રાખી છે એ ક્યાં ગઇ. ઓક્સિજનને લીધે કોઇ મર્યું નથી તેવું કહે છે. કાળાા બજારિયાઓ બેફામ ફરી રહ્યા છે છતાં સરકાર કંઇ કરી શકતી નથી. હવે તો વેક્સિનનાં પણ કાળાં બજાર શરૂ થઇ ગયાં છે. એની પાછળ એકમાત્ર સરકાર જવાબદાર છે. દરેક નેતાએ બહાર આવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...