તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:કાસ્ટિંગ પાઇપની આંતર રાજ્ય ચોરી કરતી ગેંગના 15 શખ્સ ધાડ પાડે તે પહેલા જ પકડાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુના શોધક શાખાએ ડુમિયાણી પાસેથી ઝડપી લીધા
  • રાજકોટ જિલ્લાની એક સહિત 14 ચોરીના ભેદ ઉકેલાયા

જિલ્લાના ઉપલેટા નજીક પંદર દિવસ પહેલા કાસ્ટિંગના 250 પાઇપની ચોરી થઇ હતી. જે બનાવ બાદ આ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ શખ્સો ક્યાંક ધાડ પાડવાના ઇરાદે આંટાફેરા કરતા હોવાની જિલ્લા પોલીસની એલસીબીના હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, કોન્સ.દિવ્યેશભાઇ, નિલેશભાઇ, ભાવેશભાઇને માહિતી મળી હતી. જેના આધારે પીઆઇ એમ.એન.રાણા, પીએસઆઇ એચ.એમ.રાણા સહિતનો કાફલો તુરંત ઉપલેટા વિસ્તારમાં દોડી ગયા હતા. ત્યારે માહિતી મુજબના શખ્સો ડુમિયાણી પાસે હોવાની અને ધાડ પાડવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું.

ભેદ ઉકેલવા રિમાન્ડ પર લેવામાં આવશે તેમ પોલીસ સૂત્રએ જણાવ્યું
જેથી ત્યાં દોડી જઇ હરિયાણાના અકલાખઅહેમદ હકમદીન ખાન, શાહુદ સમસુરભાઇ ખાન, જુબેરમહમદ મંગલ મેવા, મહમદ ઇકરામ મહમદ શહીદ, હાકમ ઇશહાર મેવ, કુરશીદ મંગલખાન, સલીમખાન બશીરખાન, મહમદઆરિફ જોરમલખાન, અમજદ હારૂનભાઇ હસનુખાન, ઇસ્લામ ઉર્ફે મગરૂદીન શેરૂ સુલનખાન, જાહીર ચાંદમન ખાન, રાજસ્થાનના રાહુલખાન સુબેદીનખાન, ઇરશાદ મહમદઅસરૂદિન જાનીખાન, મકસુદ ઇન્શાર જાનીખાન અને મુસ્તુફા મહમદઅસરૂદિન જાનીખાનને ઝડપી લીધા હતા. પોલીસે 15 શખ્સ પાસેથી ઘાતક હથિયારો, પથ્થર ભરેલા બે કોથળા, નવ મોબાઇલ તેમજ ત્રણ ટ્રક મળી કુલ 45,33,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલી ગેંગની પૂછપરછમાં છેલ્લા દોઢ વર્ષમાં રાજકોટ સહિત રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટક રાજ્યોમાં 14 ચોરી કર્યાની કબૂલાત આપી છે. પકડાયેલી આંતર રાજ્ય ગેંગની કોરોના રિપોર્ટ બાદ ધરપકડ કરવામાં આવશે. ત્યાર બાદ વધુ ચોરીના ભેદ ઉકેલવા રિમાન્ડ પર લેવામાં આવશે તેમ પોલીસ સૂત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...