રાજકોટની ઔદ્યોગિક નગરી ગણાતી શાપર-વેરાવળમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આજે વહેલી સવારે આગ લાગતા ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ આગમાં ફેક્ટરીમાં રહેલી મશીનરી અને અન્ય કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનામાં ફેક્ટરીમાં રો-મટિરિયલ અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડના જવાનોને ચાર કલાક જહેમત કરવી પડી હતી.
રાજકોટ-ગોંડલથી ફાયર ફાઈટર દોડી ગયા
શાપર-વેરાવળમાં આવેલી લેમ્બરટી નામની પ્લાસ્ટિકના દાણા બનાવી ફેક્ટરીમાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગની માહિતી મળતા રાજકોટ અને ગોંડલના એમ ચાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આગને કારણે ફેક્ટરીમાં રહેલી મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો.
પતરા, દીવાલ, રો-મટિરિયલ અને મશીનરીને મોટું નુકસાન
આગથી લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને કાબૂમાં લેવા રાજકોટથી ત્રણ અને ગોંડલથી એક ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતો. આગને કારણે ફેક્ટરીમાં રહેલા પતરા, દીવાલ અને કાચો માલ તેમજ મશીનરીને નુકસાન થયું હતું. આગની જાણ થતાં ફેક્ટરીના માલિક પણ પહોંચી ગયા હતા. વિકરાળ આગને કારણે આજુબાજુની ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકને બહાર આવવા જણાવાયું હતું. છ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હોવાનું ફાયર બ્રિગેડમાંથી જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.