રાજકોટમાં આગ:ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાકડાના ડેલામાં ભીષણ આગ, ફાયરવિભાગની 2 ટીમ ઘટનાસ્થળે, કોઈ જાનહાનિ નહીં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લાકડાના ડેલામાં ભીષણ આગ લાગી હતી. - Divya Bhaskar
લાકડાના ડેલામાં ભીષણ આગ લાગી હતી.

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોડી રાતે લાકડાના ડેલામાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા અને ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયરબ્રિગેડની 2 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી
ફાયરબ્રિગેડની 2 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી

આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરવિભાગની 2 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરવિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...