ફિયાસ્કો:જિલ્લા પંચાયતની ‘હેલ્પલાઇન’ ‘એપ્લિકેશન’નો ફિયાસ્કો!

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે ફરિયાદ માટે એપ લોન્ચ કરી હતી
  • 582 મેસેજ આવ્યા, સાચી ફરિયાદ 86 જ

રાજકોટ જિલ્લાના ગ્રામજનોના પ્રશ્નો માટે જિલ્લા પંચાયત દ્વારા સત્તાવાર રીતે હેલ્પલાઇન સુવિધા લોન્ચ કરવામાં આવી જ હતી, સાથે સાથે પ્રમુખે પણ પોતાની પ્રજાના પ્રશ્નો નામની એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી, આ પ્રકારની સુવિધાઓ લોન્ચ કર્યા બાદ પણ ડિજિટલ યુગમાં સમયની સાથે તાલ મિલાવવામાં ક્યાં ઊણપ રહી હશે કે, આ ઓનલાઇન ફરિયાદ સિસ્ટમ પદ્ધતિ જ નકામી સાબિત થઇ રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

આંગળીના ટેરવે ગણાય એટલી ફરિયાદો માંડ મળી રહી હોઇ, તેમજ આ ઓનલાઇન સુવિધા અંતર્ગત હાલ કોઇ ખાસ કામગીરી પણ ફોલો ન થઇ રહી હોવાનું ચિત્ર ફલિત થઇ રહ્યું છે.રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પ્રજાના પ્રશ્નો નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી, સાથે ડીડીઓ કચેરી દ્વારા એક હેલ્પલાઇન ફોન નંબર જાહેર કરાયો હતો. રાજકોટ જિલ્લાના ગ્રામજનોને ફરિયાદ માટે ધક્કો ખાવો ન પડે તે માટે સુવિધા શરૂ કરવામાં આવી હતી. એપ્લિકેશન વધુથી વધુ લોકો ડાઉનલોડ કરે તેવો પણ પ્રયાસ કરાયો હતો.

શરૂઆતમાં સારો રિસ્પોન્સ મળ્યા બાદ છેલ્લા એકાદ મહિનામાં માત્ર બે-ચાર પ્રશ્નો જ આ એપ દ્વારા મળ્યા છે! જ્યારે ડીડીઓ કચેરીની હેલ્પલાઇન નંબર પર અત્યાર સુધીમાં કુલ 582 મેસેજ આવ્યા છે, પણ નવાઇની વાત એ છે કે, મોટા ભાગના હાઇ હેલ્લો, ગુડમોર્નિંગ જેવા મેસેજો હતા સાચી ફરિયાદો તો 86 જ મળી છે, અને તેમાંથી પણ 73 ફરિયાદનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનો અધિકારીએ દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય સ્તરે આ ડિજિટલ સુવિધાને રિસ્પોન્સ ધારણા મુજબ મળતો ન હોઇ, આ બાબતે પરિસ્થિતિનો તકાજો મેળવી ખૂટતું કરવામાં આવે તે જરૂરી મનાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...