કોર્ટનો ચુકાદો:દુષ્કર્મ આચરી આપઘાત માટે મજબૂર કરનાર મંગેતરને 10 વર્ષની કેદની સજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડીએનએ ટેસ્ટ, મરણોન્મુખ નિવેદનને ધ્યાને રાખી અદાલતે ફટકારી સજા

શહેરમાં મંગેતર પર દુષ્કર્મ આચરી આપઘાત માટે મજબૂર કરનાર કોટેચા ચોક પાસે રહેતા મનીષ મુતુસ્વામી નાયર સામે કેસ ચાલી જતા અદાલતે દુષ્કર્મ, પોક્સોની કલમ હેઠળ 10 વર્ષની સજા અને રૂ.50 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજા તેમજ આઇપીસી 306ની કલમ હેઠળ 10 વર્ષની સજા, રૂ.25 હજારનો દંડ અને ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ કર્યો છે અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભોગ બનનારના વાલીઓને 7.50 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.

કાલાવડ રોડ, કોટેચા ચોક નજીક સવાણી હોલ પાસે રહેતા આરોપી મનીષ મુતુસ્વામી નાયર સાથે જૂન 2014માં ભોગ બનનારની સગાઇ થઇ હતી. સગાઇ બાદ આરોપી મનીષે તેની મંગેતરને ઘરે કોઇ ન હોય થોડા દિવસ ઘરકામ માટે બોલાવી હતી અને બળજબરીથી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જેને કારણે મંગેતરને ગર્ભ રહી ગયો હતો. બે માસનો ગર્ભ રહી ગયાની મંગેતરે વાત કરતા આરોપી મનીષે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ભાવિ પતિએ લગ્નની ના પાડી દેતા ભોગ બનનારે જાગનાથ પ્લોટમાં પોતાના ઘરે શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. સારવાર દરમિયાન ભોગ બનનારે મામલતદાર સમક્ષ મરણોન્મુખ નિવેદન લખાવ્યા બાદ દમ તોડ્યો હતો.

દરમિયાન કેસ અધિક સેશન્સ જજ કે.ડી.દવેની કોર્ટમાં ચાલતા આરોપી મનીષ સામે પોક્સોની કલમનો ઉમેરો થયો હતો. ત્યારે સરકારપક્ષે રોકાયેલા એપીપી બિનલબેને રજૂઆતમાં જણાવ્યું કે, ડીએનએ ટેસ્ટમાં પણ ભોગ બનનારના ગર્ભમાં રહેલા બાળકનો બાયોલોજિકલ પિતા આરોપી મનીષ હોવાનું સાબિત થયું હતું. તેમજ ભોગ બનનારે સારવારમાં આપેલા મરણોન્મુખ નિવેદનને ધ્યાને લઇ તેમજ અદાલતે બંને પક્ષે દલીલ, રજૂઆતને સાંભળ્યા બાદ મનીષને દોષિત ઠેરવી સજા ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...