• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Festival Of Light Deepavali Will Be Celebrated In Swati Nakshatra From 7.41 This Morning: Mahalakshmi Mahasaraswati Will Be Worshiped

ભાસ્કર વિશેષ:આજે સવારે 7.41થી સ્વાતિ નક્ષત્રમાં મનાવાશે પ્રકાશનું પર્વ દીપાવલી : મહાલક્ષ્મી-મહાસરસ્વતીનું પૂજન થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે દિવાળીનો આખો દિવસ ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન માટે ઉત્તમ ગણાશે

ગુરુવારે સ્વાતિ નક્ષત્રમાં આ વર્ષે દિવાળી ઉત્તમ ગણાશે. આસો વદ અમાસને ગુરુવાર દીપાવલી કાલે તારીખ 4 નવેમ્બરના દીપાવલીના દિવસે સ્વાતિ નક્ષત્ર સવારના 7.41 થી આખો દિવસ અને રાત સુધી છે. આથી આ વર્ષે દિવાળીનો દિવસ ચોપડાપૂજન માટે લક્ષ્મીપૂજન માટે ઉત્તમ ગણાશે આ દિવસે આખો દિવસ ચોપડાપૂજન કરવું શ્રેષ્ઠ છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, આપણા સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, ભવિષ્ય પુરાણ ગ્રંથોમાં જુદી જુદી રીતે દિવાળીનું મહત્ત્વ છે.

તેમાં ખાસ કરીને બ્રહ્મ પુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે આથી જ લોકો ચોપડાપૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે તેમને ઘરે વ્યાપારમાં લક્ષ્મીજી સ્થિર થઈને રહે છે. મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપ છે. દિવાળીના ચોપડાપૂજનમાં કલમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવામાં આવે છે.

મહાલક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે છે અને મહાસરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પૂજવામાં આવે છે. આમ ચોપડાપૂજનમાં મહાકાળી : મહાલક્ષ્મી - મહાસરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. અને છેલ્લે લક્ષ્મી લાભ લાભ સવાયા બોલવામાં આવે છે એટલે કે મહાલક્ષ્મીજીની કૃપાથી અમાસે વ્યાપાર સવાયો થાય.

દિવાળીના દિવસના શુભ ચોઘડિયા
શુભ: સવારે 06.53 થી 08.18 કલાક સુધી
ચલ: સવારે 11.06 થી 12.30 કલાક સુધી
લાભ: બપોરે 12.30થી 01.54 કલાક સુધી.
અમૃત: બપોરે 01.54 થી 03.19 કલાક સુધી
શુભ: સાંજે 04.43 થી 06.07કલાક સુધી

રાત્રીના શુભ ચોઘડિયા
અમૃત: સાંજે 06.08થી 07.43 કલાક સુધી
ચલ: સાંજે 07.43થી 09.19 કલાક સુધી
લાભ: રાત્રે 12.31થી 02.06 કલાક સુધી
શુભ: રાત્રે 03.42થી 05.18 કલાક સુધી
અમૃત: સવારે 05.18થી 06.54 કલાક સુધી

બીએપીએસ મંદિરે આજે વૈદિક ચોપડાપૂજન વિધિ
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે દીવાળી પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે. જે અંતર્ગત દિવાળીના દિવસે સવારે 9થી 11.30 દરમિયાન પ્રમુખસ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડાપૂજન વિધિ યોજાશે. વિક્રમ સંવત 2077ની અંતિમ સંધ્યાએ ઠાકોરજી સમક્ષ દીવડાંઓની રંગોળી રચવામાં આવશે. નૂતનવર્ષના પ્રથમ દિને સવારે 6થી 7.30 દરમિયાન મંગલ મહાપૂજા વિધિ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...