બનાવ હત્યામાં પલટાયો:વીરપુરમાં પીઠડીયા ટોલનાકે પાણી વેચવા બાબતે થયેલા હુમલામાં ફેરિયાનું મોત, હત્યારો કાયદાના સકંજામાં

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પપ્પુભાઈ જમીન પર ઢળી પડ્યા હતા તેમ છતાં અર્જુન માર મારતો રહ્યો. - Divya Bhaskar
પપ્પુભાઈ જમીન પર ઢળી પડ્યા હતા તેમ છતાં અર્જુન માર મારતો રહ્યો.
  • પાણી વેચવા બાબતે એક ફેરિયાએ લોખંડની પ્લેટ ફટકારીને બીજા ફેરિયા પર ઘાતકી હુમલો કર્યો હતો
  • સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

વીરપુરના પીઠડિયા ટોલ નાકા પાસે થોડા દિવસ પહેલા માથાકૂટ થતા મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.ટોલ નાકા પાસે પાણી વેચવા જેવી સામાન્ય બાબતે થયેલી મારામારી સુધી પહોંચી હતી.ખાણીપીણી વેચી રહેલા ફેરીયા વચ્ચે આ મારામારી થઈ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં લોખંડની પ્લેટ વડે હુમલો કરતા એક ફેરીયાને માથાના ભાગે ઈજા પહોંચી હતી.સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ બનાવમાં વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.આજે સવારે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો.

પાણી વેચાણ કરવા મામલે રકઝક થઈ
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ,ગત તા.28 જૂન વીરપુર પાસે આવેલા પીઠડિયા ટોલ નાકા પાસે ખાણીપીણી વેચતા ફેરીયાઓ બાખડી પડ્યા હતા. જેમાંનો એક પપ્પુ ઘાવરી બારૈયા(ઉ.વ.40)ને એક મહિના અગાઉ ગૌરીબેન કોળી નામની મહિલા સાથે પાણી વેચાણ કરવા મામલે રકઝક થઈ હતી. જે બાદ બંને ફરીથી રકઝક ભૂલી પોતાના કામે વળગી ગયા હતા. ગતરોજ તા.28 જૂનના રોજ જ્યારે પપ્પુભાઈ ટોલનાકા પાસે ફેરી કરી રહ્યા હતા.

આરોપી અર્જુનની ફાઈલ તસવીર
આરોપી અર્જુનની ફાઈલ તસવીર

અર્જૂન નાસી ગયો હતો
ત્યારે ગૌરીબેનનો પુત્ર અર્જૂન ત્યાં આવ્યો હતો. અર્જૂને ત્યાં આવી લોખંડની પ્લેટ પપ્પુભાઈના માથામાં મારી દિધી હતી. જેના કારણે પપ્પુભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છતાં અર્જૂને મારવાનું ચાલુ રાખતા અન્ય ફેરિયાઓ વચ્ચે પડતા અર્જૂન નાસી ગયો હતો. માથાના ભાગેથી વધારે લોહી નીકળવા લાગતા ગંભીર હાલતમાં પપ્પુભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી હેમરેજ હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

પપ્પુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી
પપ્પુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી

સમગ્ર બનાવ CCTVમાં કેદ ગયો હતો
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વીડિયો વાયરલ થયો હતો.જે મામલે વીરપુર પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ પપ્પુભાઈની પત્નીની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.વીરપુર પોલીસે આરોપી અર્જૂન પર આઈ.પી.સી. કલમ 232, 325 અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.આ બનાવમાં પપુ કોળીનું ગંભીર ઇજા થવાને કારણે લોહી નીકળતા આજે સવારે મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો.તેમને સંતાનમાં સાત દીકરી અને એક દીકરી છે.યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
(દીપક મોરબિયા, વીરપુર)