ભાસ્કર એક્સક્લુઝિવ:રાજકોટની જિલ્લા લાઇબ્રેરીમાં વૃક્ષોની કતલ; ફરિયાદથી બચવા મહિલા ગ્રંથપાલે હકીકત છુપાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઈજનેરે કહ્યું આસિ. લાઇબ્રેરિયને જ ‘થડથી કાપો’ની સૂચના આપી’તી

રાજકોટની જિલ્લા લાઇબ્રેરીમાં 50થી 80 વર્ષ જૂના વૃક્ષોને થડથી કાપી નાખ્યા છે આ મામલે મહિલા ગ્રંથપાલ કહે છે કે, આ વૃક્ષોની ડાળીઓ કાપવાની મંજૂરી તેમણે લીધી હતી પણ તેમની ગેરહાજરીમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આવીને વૃક્ષો કાપી ગયા હતા. લાકડાંનું શું કર્યું અને શા માટે કાપ્યા તે તેમને ખબર નથી પણ ભાસ્કરે ઈજનેરો સાથે વાત કરતા નવો જ વળાંક આવ્યો છે કે આસિ. લાઇબ્રેરિયને જ વૃક્ષો કપાવ્યા હતા અને જે લાકડું હતું તે બધું સ્મશાનમાં ગયું છે જેની પહોંચ લાઇબ્રેરિયનને અપાઈ છે!

સમગ્ર મામલે ત્રણ લોકોની બેદરકારી
મનપાએ વૃક્ષોની કતલ બદલ જે નોટિસ મોકલી છે તેમાં સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન કાયદો તેમજ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન સહિત હેઠળ ફરિયાદ દાખલ થઈ શકે તેથી પોતે ગેરહાજર હતા અને ખબર નથી તેવું સાબિત કરવા માટે પહોંચ રજૂ કરાઈ નથી. આ સમગ્ર મામલે ત્રણ લોકોની બેદરકારી સામે આવી છે.

આ રીતે સમજો કોણે કેટલી બેદરકારી દાખવી

  • માર્ગ અને મકાન વિભાગ: સ્થળ પર જઈને લેખિત આદેશ મુજબ ડાળીઓ કાપવાને બદલે ઈન્ચાર્જ બોલ્યા તે રીતે વૃક્ષો નિયમ વિરુદ્ધ કાપી નાખ્યા
  • મદદનીશ ગ્રંથપાલ: ગ્રંથપાલ ગેરહાજર હતા તે સમયે ડાળી કાપવાનો હુકમ હોવા છતાં તમામ વૃક્ષો કાપવા મૌખિક ગેરકાયદે હુકમ આપ્યો
  • ગ્રંથપાલ: વૃક્ષો કપાયા બાદ ફરજ પર આવ્યા ત્યારે ડાળીઓ કાપવાની હતી તે ખબર હોવા છતાં બે મહિના સુધી બગીચા શાખાને જાણ ન કરી
અન્ય સમાચારો પણ છે...