રાજકોટમાં ભાજપનું સ્નેહમિલન:ધારાસભ્ય અને પૂર્વ CMની વાતમાં MP વચ્ચે પડતા રૂપાણીએ બેસવા કહ્યું, શિક્ષણમંત્રીએ કહ્યું- ધો.1થી 5નો અભ્યાસ ટૂંક સમયમાં શરૂ કરાશે

રાજકોટ16 દિવસ પહેલા
ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રૂપાણી વાત કરતા ત્યારે જ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા.
  • સ્નેહમિલનના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા
  • ચાલુ સ્નેહમિલને પુરુષ અને મહિલા કાર્યકર્તાઓએ ચાલતી પકડી

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ખુલ્લા પાર્ટી પ્લોટમાં આજે ભાજપના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ પહોંચ્યા હતા. બંને વચ્ચે વાત થઇ રહી હતી ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. આથી વિજય રૂપાણીએ રામ મોકરિયાને બેસી જવા કહ્યું હતું. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સંબોધન કરતા જણાવ્યું હતું કે, ધો.1થી 5ના વિદ્યાર્થીઓને લઈ જલ્દી સારા સમાચાર મળશે. ટૂંક સમયમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરાશે.

વજુભાઈની ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક
વજુભાઈ વાળાની ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. વજુભાઈ બહારગામ હોવાની વાત સામે આવી છે. સ્નેહમિલનમાં વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ શુક્લ, જીતુ મહેતા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, મેયર ડો.પ્રદીપ ડવ સહિતના આગેવાનો હાજર રહ્યા છે.

ચાલુ સ્નેહમિલનના કાર્યક્રમમાં કાર્યકરોએ ચાલતી પકડી હતી.
ચાલુ સ્નેહમિલનના કાર્યક્રમમાં કાર્યકરોએ ચાલતી પકડી હતી.

ચાલુ સ્નેહમિલનના કાર્યક્રમમાંથી કાર્યકરોએ ચાલતી પકડી
ચાલુ સ્નેહમિલનમાં નેતાઓ ભાષણ કરી રહ્યા હતા ત્યારે પુરુષ અને મહિલા કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી. જોકે સ્વયંસેવક તરીકે રહેલા કાર્યકરોએ તેઓને અટકાવ્યા હતા અને ફરીથી પોતાની ખુરશી પર બેસી જવા અપીલ કરી હતી. તેમ છતાં અમુક કાર્યકરો માન્યા નહોતા અને તેઓ ચાલુ સ્નેહમિલનના કાર્યક્રમમાંથી જતા રહ્યા હતા.

સ્ટેજ પર મોટાભાગના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા.
સ્ટેજ પર મોટાભાગના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા.

સ્નેહમિલનમાં કોરોનાની ગાઈડલાઈન ભૂલાઇ
રાજકોટમાં દિવાળી બાદ કોરોનાએ માથુ ઊંચક્યું છે ત્યારે બીજી તરફ ભાજપના આ સ્નેહમિલનના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો થતો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. સ્નેહમિલનમાં વિજય રૂપાણી, મોહન કુંડારિયા, ડો.પ્રદીપ ડવ, જૈમન ઉપાધ્યાય સિવાયના તમામનેતાઓ માસ્ક વિહોણા જોવા મળ્યા હતા. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય લાખા સાગઠિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. ખુદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો નિયમ ભૂલ્યા
કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો નિયમ ભૂલ્યા

બે સ્નેહમિલનના કાર્યક્રમો યોજાશે
આશ્ચર્યની વાત એ છે કે તા.20ના ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બીજા સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છતાં તે પહેલા સંગઠનનું સ્નેહમિલન આજે સાંજે 6 વાગ્યે રિંગ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. જેમાં મહત્તમ સંખ્યા થાય તેવા પણ પ્રયાસો થયા હતા. આમ, રૂપાણીનું અને પાટીલનું એમ બે સ્નેહમિલનના કાર્યક્રમો શહેર ભાજપના કાર્યકરો માટે યોજાશે.

મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા.
મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા.
સ્નેહમિલનમાં દીવડા પ્રગટાવવામાં આવ્યા.
સ્નેહમિલનમાં દીવડા પ્રગટાવવામાં આવ્યા.
અન્ય સમાચારો પણ છે...