કારોબારી બેઠક:રાજકોટમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસો. ટ્યુશન ક્લાસના શિક્ષકોને 2 લાખનો વીમો આપશે, ધો.10માં ઇન્ટર્નલ માર્ક પદ્ધતિ રદ કરવા ઠરાવ

રાજકોટ22 દિવસ પહેલા
રાજકોટમાં ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની બેઠક મળી હતી.
  • ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રકાશ કરમચંદાણીની નિમણૂક

રાજકોટમાં આજે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની કારોબારી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના પ્રમુખ તરીકે પ્રકાશ કરમચંદાણીની નિમણૂક કરવામાં આવી હતી. આ એસોસિએશન દ્વારા ટ્યુશન ક્લાસિસ સાથે જોડાયેલા શિક્ષકોને 2 લાખનો વીમો આપવા નિર્ણય કર્યો છે. આ એસોસિએશનના ગુજરાતના ઉપપ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ધો.10માં ઇન્ટર્નલ માર્ક 20 અપાય છે, આથી તમે ખાનગી સ્કૂલો સાથે બ્લેકમેઇલ કરવામાં આવતું હોવોનો આરોપ મુક્યો હતો. આથી આ એસોસિએશન દ્વારા ઇન્ટર્નલ માર્ક પદ્ધતિ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેની ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવશે.

ખાનગી સ્કૂલોમાં જનતા રેડની ચિમકી ઉચ્ચારી
હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલો ડે સ્કૂલના નામે લાખો રૂપિયા વાલીઓ પાસેથી પડાવતી હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો. આ RTEની કલમો મુજબ નિષેધ છે, છતાં કરવામાં આવે છે. આની પણ રજૂઆત કરવામાં આવશે. અનેક વખત રજૂઆતો કરી છતાં સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જો આ બંધ નહીં થાય તો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ખાનગી સ્કૂલોમાં જનતા રેડ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

આ અંગે હાઇકોર્ટમાં PIL કરવામાં આવી
હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારને વારંવાર રજૂઆત કરી પણ કોઈ નિર્ણય ન લેવામાં આવતા અમારા પૂર્વ પ્રમુખ વિજયભાઈ મારૂ દ્વારા હાઈકોર્ટની અંદર PIL કરવામાં આવી છે. જેની અંદર દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં શાળાનો શિક્ષક અથવા શાળાનો એકેડેમિક સ્ટાફ શાળા સમયમાં અથવા શાળાના સમય બાદ કોઈ પણ પ્રકારે પૈસા લઈને અથવા ફ્રીમાં ટ્યુશન ન કરી શકે.

ટ્યુશન ક્લાસિસને સંગઠિત કરવા એપ્લિકેશન લોન્ચ કરી
ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના પ્રમુખ પ્રકાશ કરમચંદાણીએ જણાવ્યું હતું કે, આજે વાર્ષિક બેઠક યોજાઇ હતી. જેની સ્પોન્સરશીપ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ બેઠકમાં મને ગુજરાત ફેડેરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આજે જોવા જઇએ તો ટ્યુશન ક્લાસિસ છે તે અસંગઠિત છે. જેને સંગઠિત કેમ કરવું તેના માટે આપણે આજે ફાની એપ્લીકેશન લોન્ચ કરી છે. જેમાં દરેક ટ્યુશન ક્લાસિસ અને તેમાં જોડાયેલા તમામ શિક્ષકોને 2 લાખનો વીમો આપવાના છીએ.