રાજકોટ ક્રાઇમ ન્યુઝ:ગોકુલપરામાં પત્નીના લગ્નેતર સંબંધથી કંટાળીને RMCના સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના નવા થોરાળાના ગોકુલપરામાં રહેતાં અને RMCમાં સફાઈ કામદારે ગત રોજ પોતાના ઘરે ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં જેમને તાત્કાલિક સારવારમાં સિવિલે ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. જગદીશભાઈએ જણાવ્યું હતું કે મારા લગ્ન લોધિકાના મખાવડ ગામે રહેતી રેખા સાથે થયાં હતાં અને સંતાનમાં એક પુત્ર- પુત્રી છે. મારી પત્નીને પર પુરૂષ સાથે આડા સબંધની મને જાણ થતાં અમારા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં માવતરે રિસામણે ચાલી ગઈ હતી. જે બાદ મારા સાળા બેચર સાગઠિયા મને ફોન કરી હેરાન કરતો હતો અને ગતરોજ મને કહ્યું હતું કે તારાથી ઘરના સાચવાતું ન હોય તો આપઘાત કરી લે કહેતા કંટાળીને પગલું ભરી લીધું હતું.

અગમ્ય કારણોસર સગીરાએ ગળાફાંસો ખાધો
રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં સોમનાથ ઇન્ડસ્ટ્રી એરિયામાં રહેતી સગીરાએ ગઇકાલે રાત્રિના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. બેશુદ્ધ પુત્રીને નીચે ઉતારી પિતાએ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતદેહ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પરમારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માનસિક બીમારીથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલની પાછળ રહેતી યુવતીએ માનસિક બીમારીથી કંટાળી ગત તા.28 જુલાઇના રોજ ઘરે બ્લીચિંગ પી લેતા પ્રથમ સારવાર અર્થે સારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં કરી લીધો તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે ગઇકાલ સાંજે મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આરોપી ભ૨ત
આરોપી ભ૨ત

23 ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
રાજકોટના વાવડી ગામનો તથાગત નગ૨માં ૨હેતો ભ૨ત માધવજી વા૨સુ૨ નામનો કુખ્યાત બુટલેગ૨ દારૂના બે ગુનામાં નાસતો ફ૨તો હોઈ જેથી રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે વાવડી નજીકથી પકડી લીધો હતો. ભ૨ત અગાઉ ક્રાઈમ બ્રાંચ, માલવીયા નગ૨, જેતપુ૨, શાપ૨-વેરાવળ, યુનિવર્સીટી, આજીડેમ વિસ્તા૨ અને રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તા૨માં દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ભ૨ત વિરુધ્ધ 23 જેટલા દારૂના ગુના છે તેમજ એક્વખત પાસાની હવા ખાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. દારૂના ધંધાર્થીઓ પ૨ ધોષ બોલાવી દારૂના ગુનામાં નાસતા ફ૨તા આરોપીઓ સામે કડક કાર્યવાહી ક૨વા પોલીસ કમિશ્ન૨ દ્વારા સુચના આપવામાં આવી છે. ત્યારે વધુ એક વખત ભ૨ત વા૨સુ૨ સામે પાસાની કડક કાર્યવાહી ક૨વા તજવીજ શરૂ ક૨વામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...