તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Fed Up With The Economic Downturn, The Farmer Cut His Throat And Shortened His Life. Suicide Of A Worker Hanging From A Pole

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં આપઘાતના બે બનાવ:આર્થિક ભીંસથી કંટાળી કા૨ખાનેદારે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી, પરાપીપળિયામાં ઈલે. થાંભલા સાથે લટકી શ્રમિકનો આપઘાત

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કા૨ખાનેદા૨ યુવાને કા૨ખાનામાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો - Divya Bhaskar
કા૨ખાનેદા૨ યુવાને કા૨ખાનામાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
  • કા૨ખાનેદા૨ યુવાને કા૨ખાનામાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
  • શ્રમિક યુવાનના આપઘાતનું કારણ હજુ અકબંધ, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ શહેરમાં આજે એક સાથે બે નવલોહિયા યુવાનોએ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. પ્રથમ બનાવમાં આર્થિક ભીંસથી કંટાળી કા૨ખાનેદાર યુવાને ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી છે તો બીજા બનાવમાં પરાપીપળિયા નજીક 66 KVના ઇલેક્ટ્રિક થાંભલા સાથે લટકી એક શ્રમિક યુવાને આપઘાત કર્યો છે. આ બન્ને ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોતાના કા૨ખાનામાં જ પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ યુવાને આપઘાત કર્યો
શહે૨ના કોઠારીયા રોડ પર ગ્રીનપાર્ક નજીક વિજયનગ૨ શેરી નં. 3માં ૨હેતાં અને ગોંડલ રોડ પ૨ શિવ હોટેલની બાજુમાં રેમ્બો પેપ૨ લેમીનેશનનું કા૨ખાનું ચલાવતાં 22 વર્ષીય પ્રિતેશ ધીરૂભાઈ સોજીત્રાએ આજે સવારે પોતાના કા૨ખાનામાં જ પંખાના હુકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત જોવા મળ્યો હતો. બનાવની જાણ આજીડેમ પોલીસને ક૨વામાં આવતાં સ્ટાફે સિવિલ હોસ્પિટલે પહોંચી કાર્યવાહી શરુ કરી છે.

મૃતક પ્રિતેશભાઈના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા
પ્રિતેશ મૂળ કોટડાસાંગાણીના ના૨ણકા ગામનો ૨હેવાસી અને બે ભાઈમાં નાનો હતો. એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતાં. તેમના પિતા લોખંડના કારખાનામાં મજૂરી કામ કરે છે. થોડા સમય પહેલાં જ ગોંડલ રોડ પ૨ લેમીનેશનનું કા૨ખાનું શરૂ કર્યુ હતું. પરંતુ લોકડાઉન આવી જતાં આજ સુધી ધંધો બરાબર ન ગોઠવાતાં આર્થિક ખેંચતાણ ભોગવતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

પરાપીપળીયા પાસે શ્રમિકે થાંભલા સાથે લટકી આપઘાત કર્યો
પરાપીપળીયા પાસે શ્રમિકે થાંભલા સાથે લટકી આપઘાત કર્યો

કા૨ખાનેદા૨ યુવકે આર્થિક સંકડામણથી આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ
પ્રિતેશના પરિવારજનોના જણાવ્યાં મુજબ આજે સવારે નિત્યક્રમ મુજબ સવારે ઘરેથી કા૨ખાને પહોંચ્યો હતો. સાડા નવેક વાગ્યે પાછળના ભાગે મજૂરો માલ ભ૨વા આવ્યાં ત્યારે શટ૨ બધં જોતા પ્રિતેશને ફોન કર્યો હતો. બેથી ત્રણ રિંગ પુરી થઈ જવા છતાં ફોન ન ઉપાડતાં શટ૨ ઉંચકાવી અંદ૨ જોતા પ્રિતેશ લટકતો જોવા મળ્યો હતો. બનાવ અંગે પરિવા૨જનોને જાણ ક૨તાં બધા દોડી ગયા હતા અને તાત્કાલિક નીચે ઉતારી 108ને જાણ ક૨તાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા પ્રિતેશને મૃત જાહે૨ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી. કા૨ખાનેદા૨ યુવકે આર્થિક સંકડામણથી આપઘાત કર્યો હોવાનું પરિવા૨જનોએ જણાવ્યું હતું. વધુ તપાસ આજીડેમ પોલીસ ચલાવી ૨હી છે.

પરાપીપળિયા નજીક 66 કેવીના ઇલેક્ટ્રિક થાંભલા સાથે લટકી શ્રમિકનો આપઘાત
અન્ય બનાવની વાત કરીએ તો શહેરની ભાગોળે જામનગર રોડ પર પરાપીપળિયા નજીક ઈલે. થાંભલા સાથે લટકી શ્રમિક યુવાને આપઘાત કરી લેતા તેની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

મૃતકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું
જામનગર રોડ પર પરાપીપળિયા રેલવે ફાટક નજીક વીજળીના 66 કેવી હેવી લાઈનમાં વીજ પોલની એંગલ સાથે યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હોય જે અંગે પરાપીપળિયાના સરપંચે પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી તપાસ કરતા તેના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમા તેનું નામ પ્રદિપકુમાર નારાયણ ખટરે (ઉં.વ..28) અને પોતે છતીસગઢના નરગોડા જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો